Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
તને પાપ થાશે, તે તે પાપ કેઈપણ ઉગ્ર એવા તપે કરી તું મટાડી શકીશ? એમ ઘણું જ કહ્યું, તે પણ તે સટ્ટે માન્ય નહિ ત્યારે તે વૈદ્યો, એજ ગામના રાજા પાસે આવ્યા અને તે રાજાને કહેવા લાગ્યા કે મહારાજ ! આપના આ ગામમાં એક જન્મનો રેગી બ્રાહ્મણ રહે છે. તેથી તેનું નામ પણ ભટ્ટજ છે હવે અમેએ કઈ એક માણસના કહેવાથી સાંભળ્યું છે કે વિશાલાનગરીમાં ગરીબ, જન્મનો રેગી અને ઘણું જ દુખી, કઈ એક બ્રાહ્મણ રહે છે, તેના ગે ઘણું ઉપાયે કર્યાથી મટતાં જ નથી, તે સાંભળી મનમાં દયા લાવી અને તેની પાસે આવ્યા અને આવીને અમોયે તેને ઓષધ ખાવાનું કહ્યું, તે પણ
જ્યારે તેણે ન માન્યું, ત્યારે પાછું તેના સ બ ધીજને પાસે ઔષધ ખાવાને માટે ઘણું જ સમાવી કહેવરાવતું, તે પણ તે માનને જ નથી પરંતુ અમારા મનમાં તેની પર દયા આવે છે, કે તેને રેગથી મુકત કરે તે માટે આપ તેને અહીં બોલાવી અમારા કહેવા મુજબ ઔષધ ખાવાને તથા પથ્ય પાળવાને હુકમ કરે. અને હું રાજન્ ! અમે પ્રતિજ્ઞા પૂર્વક કહીએ છીએ કે અમારું ઔષધ ખાવાથી તેને જરૂર સારૂ જ થશે? અને જે તે નહિં ખખ્ય તે તે છેડા જ દિવસમાં મરણ શરણ થઈ જશે ! તે સાંભળી રાજાએ તેને, એકદમ તેડા અને ઘણી જ રીતે સમજાવ્યું, તે પણ તે સમયે નહિં, અને તત્રત્ય સહુ સાંભળે તેમ સામે ઉપદેશ કરવા લાગ્યું કે હે રાજન! તમે વિચાર તો કરે, કે આ અશુચિપદાર્થ યુક્ત, અસત્ય એવાં દેહને માટે શાસ્ત્રવિરુદ્ધ અને ભવભ્રમણ દાયક એવા જૈનશાસ્ત્ર વિરુદ્ધ પદાર્થને હું કેમ સ્વીકારું ? તથા જાવજજીવ ગ્રહણ કરેલા વ્રતને પણ હું કેમ છેડુ ? વળી એ તે કેણું મુર્ખ હોય કે ભસ્મને માટે બાવના ચંદનને બાલે ! તથા સોનાના કુંભમાં ભરેલી જે લાખ હોય તે લાખને માટે સેનાના કુભને ભાંગી કા કરી નાખે ? વળી દેહને વિષે મમત્વ રાખનાર જેને તે દેડના રક્ષણ માટે જેમ દ્રવ્યને ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પુરૂષ ધર્મને માટે દેહને ત્યાગ કરે છે. એમ ઘણી યુકિતથી ત્યાં બેઠેલા સહ કેઈજનેને બંધ પમાડ્યા ત્યારે તે વૈદ્ય કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તે જિનધર્મનું તત્વ ઘણું જ સારી રીતે જાણ્યું છે! એમ કહી તેને નીરોગી કરી, પિતાનુ દેવરુપ દેખાડી, તેની સ્તુતિ કરીને તે દેવે સ્વર્ગ પ્રત્યે ગયા. પછી તે દિવસથી તે બ્રાહ્મણનું નામ રૂટ હતું, તે મટી અરુભટ થયુ, અને ધધધથી રે મટાડી પ્રથમ કરતાં પણ તે વધારે ધર્માસકત થયો. અને તે ઘણા કાળ પર્યત જિનધર્મનું આરાધના કરી સમાધિમરણે મરણ પામી સૌધર્મદેવકને વિશે દેવતા થશે. ત્યાં અવધિજ્ઞાનથી જાણ્યું જે પૂર્વ ભવમાં હું જન્મથી જ મહારોગી હતા, ત્યારે જે મુનિએ મને ધર્મોષવ આપી સારે કર્યો હતો અને તે ધર્મના . પ્રતાપથી આ દેવકને વિષે હું દેવતા થયે છું, વળી તે મુનિને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે? એમ જાણી તે એકદમ અહી આવી હર્ષાયમાન થઈ નૃત્ય કરવા લાગે છે. આ પ્રમાણે 'ઈશ્વર કેવલીના કરેલા ધર્મોપદેશથી ઘણું જનેએ પત્રિભોજનને ત્યાગ કર્યો.