Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
પદાર્થને દેવાવાલી છે તથા સ્વર્ગ મોક્ષને પણ દેવાવાલી છે. કારણ કે સત્યવાદી મનુષ્ય સર્વજનને પ્રિય હોય છે અને તે વલી વિશ્વાસનું પાત્ર થાય છે. દેવ, દાનવ વગેરે સર્વ તે પ્રાણીની આજ્ઞાને અંગીકાર કરે છે. તે માણસે તેની આજ્ઞા પાલે, તેમાં તે શું આશ્ચર્ય છે? સત્યવાદી માણવો, જલ, વાયુ, વગેરે સર્વ દિવ્ય વસ્તુઓ જે છે, તે પણ કે કિબ અપાર કરતી નથી. સહુ કેઈ જનો તેના નિર્મલ એવા યશને વિસ્તારે છે અને હે શ્રાવિકાઓ ' જે અનુવાદી જ છે, તે જગતને વિષે જુગુપ્સનીય એટલે નિંદાનાંજ પાત્ર થાય છે અત્યવક્તા પુરુષ, ભાઈ, બાપ, પ્રભૃતિ કેઈ પણ જનને વિશ્વાસાસ્પદ ઘતા જ નથી, બીજા માણસને તે ક્યાથી જ થાય? વળી અસત્યવાદી જીવે, બીજા જન્મમા ખરાબ મુખવાળા, નથી ગ્રહણ કરવા ગ્ય વચન જેના એવા થાય છે, મુગાપણના તથા ગુંગળાપણાના દુઓને ભોગવે છે. અસત્યવાદી જન, જિલ્ડા છેદન દુ:ખના જોક્તા થાય છે. અસત્યવક્તા અને ખલ લોકે સર્પસમાન હોય છે કુટિલ, ભયંકર, છિદ્રો લેવામાં તત્પર, અને જીવને ડંસવામા ઉત્સુક એવા સર્પો હોય છે, તે પયપાને કરી પાલન કર્યા ચકા પણ સર્વનાં પ્રાણ લે છે તેમ બલ પણ તેવી રીતે કુટિલ, લય કર, મનુષ્યના પટાં છિદ્ર જોવામાં તપર, જીવને કુવાક્યપ ડસણ કરવામાં ઉત્સુક, પય પાનરુપ તેને ઉપકાર કર્યો હોય, તો પણ તેનું ભુડુ કરનાર હોય છે. તે માટે છે વિવેકી શ્રાવિકાઓ' ફોધ, લેભ, હાસ્ય, તેણે કરી પણ જુહુ વચન બોલવુ જ નહી. જુઓ, સત્ય વચનના બોલનારા પ્રાણું ધન્યની જેમ કેઈથી પણ છેતરાય નહિ, અને અસત્ય બેલનારા પ્રાણ, ધરણની જેમ પિને પિતાને જ છેતરે છે. ત્યારે તે સ્ત્રીઓએ પૂછયું કે હે ભગવન્ ! તે ધન્ય અને ધરણ .
એ બે પુછે કેણ હતા? અને તેમાં એક છેતરાયા અને બીજો ન છેતરાયે, તે કેવી રીતે તે વચન સાંભળીને મુનિ કહેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! સાભળે. આજ વિજયને વિ સુનંદનામે નગર છે, ત્યા સુદત્તનામે શ્રેષ્ઠી વસે છે, તેને બે પુત્રો છે, તેમાં પહેલાનું નામ ધન્ય છે અને બીજાનું નામ ધારણ છે. તેમાં ધન્ય છે, તે સજજન, સૌમ્ય અને સત્યવાદી, પ્રિયવંદ છે. અને બીજે ધાણ છે, તે પૂર્વોક્ત ગુણેથી વિપરીત છે. તે પણ તે અને સુજનને અને દુટિને પરસ્પર ઘણું જ પ્રીતિ છે. એક દિવસ ધરણે વિચાર્યું જે આ મારે મટેભાઈ ધન્ય જ્યા સુધી જીવશે, ત્યા સુધી તેના ગુણે પાસે મારૂ માન થશે જ નહિ ? એ વિચાર કરી કપટથી ધન્યને એકાત સ્થળમાં તેડી જઈને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હું ધન્ય ! હે ભાઈ! તારા પ્રાણથી પણ વલ્લભ એ જે હું, તે મારે એક મનોરથ છે, તેને તું પૂરીશ ? ત્યારે ધન્ય કહ્યું કે હે ધ ણ, ભાઈ! તારે શ મનોરથ છે ? તે કહે ત્યારે ધરણ છે જે આપણે બંને જણ પરદેશ જઈએ અને ત્યાથી આપણા હાથે ધન ઉપાર્જન કરીએ ! કારણ કે વસ્તાપાર્જિત લદ્દમી વિના આપણે લોકેમાં કીર્તિ થવાની નથી અને પરદેશગમન સિવાય તે લક્ષ્મી મળવાની પણ નથી. દરિદ્રી, વ્યાધિવાન, મૂર્ખ, પ્રવાસી, નિરંતર પારકી ચાકરી કરનાર, એવા પાંચ પ્રકારના