Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧0૨
કન્યાની સખીઓએ તેની પ્રત્યેક માતાઓને રાત્રિમાં બનેલા લગ્નની સવ હકીક્ત કહી સંભળાવી અને તે વાત પાછી કન્યાઓની માતાઓએ પિતાના સ્વામીને કહી દીધી, તે સાભળી ખુશી થઈ રાજાએ પ્રધાનને તેડાવ્યા અને કહ્યું કે હે બુદ્ધિમાન મંત્રીઓ ! આપણા ગામના દરવાજા પાસે જીર્ણ થયેલું એક દેવમ દિર છે, તેમાં પુણ્યશાલી એ અમારો જામાતા સુતેલે છે, તેને મોટા આડંબરથી તથા ધામધુમથી તેડી લાવો એવું વચન સાંભળી તે મત્રીઓ ત્યાં જઈને પ્રથમ તે સૂર્યના ઘોષે કરી સિદ્ધદત્તને જગાડે પછી પ્રઢ એવા ગજરાજની ઉપર બેસાડી અને બંદી લોના વૃદથી જેની સ્તુતિ કરી છે એવા તે સિદ્ધદત્તને રાજાના મદિરમાં અ, ત્યા લેકે તેને જોઈને કહેવા લાગ્યા કે અહા ! આ તે આ ગામના રહેવાસી પુરંદર શેઠને પુત્ર સિદ્ધદત છે? તે સાંભળી રાજા અત્યંત હર્ષાયમાન થો. હવે તે સિદ્ધદતને પિતા પુરંદર જે હતો. તેણે મારીને પિતાને ઘેરથી તે સિદ્ધદતને કાઢી મૂક હતો, પરંતુ પિતે પિતા છે તેથી મનમાં દયા આણું તેને મારવાને પશ્ચાતાપ કરી ગામના દરવાજા બંધ થાય છે, તેથી તે ગામમાજ હશે? એમ જાણું તે ગામનીજ ગલી ગલી શરત હતું, અને શેધતાં સવાર થઈ પડી પરંતુ તેને તે મ નહિ, ત્યારે તે નિરાશ થઈ ઘેર આવી જ્યાં નિરાશ બેઠે ત્યા તે તે સિદ્ધદતની સર્વ લગ્ન વગેરેની હકીક્તને તથા સિદ્ધાંત પરણવા માટે હસ્તીપર બેસીને રાજમંદિરમાં આવ્યું તે સર્વને ગામના માણસના મુખથી સાભળી પુરંદર શ્રેણી હર્ષિત થઈ એકદમ ત્યાં આવ્યું અને જોઈને અત્ય ત ખુશી થયો. પછી તે કન્યાના માતા પિતા વગેરેને ખબર પડી કે અમારી દીકરીઓએ પણ તેજ પુરુષને વર્યો છે. તેમ જાણું તે પણ સહુ ત્યા આવ્યા. પછી તે ચારે કન્યાના માતા પિતા, કામસમાન સ્વરુપવાન એવા પિતાની કન્યાના વર સિદ્ધદતને જોઈ અન્ય ત ખુશી થયાં, અને કન્યાઓ પણ ખુશી થઈ વિચારવા લાગી કે અહો ! પ્રથમના સાકેતિક રાજપુરુષ કરતા તે આ વર આપણને હજારગણે સારે મ? પછી તે મતિમાન એવા રાજા, તથા મંત્રી પ્રમુખે મોટી ધામ ધુમથી પિતાની કન્યાઓના વિવાહ કર્યા તેમાં રાજાએ પાણિગ્રણને સમયે કન્યા દાનમાં પંચાશી ગામ આખ્યા, તેમ સચિવ, શ્રેષ્ઠી અને પુરોહિત, તેણે પણ પિત પિતાની કન્યાના પાણિગણ સમયે શક્તિઅનુસારે હર્ષથી આભરણ તથા ધન વગેરે આપ્યા. સિદ્ધદત્ત, રાજાએ આપેલા ઉત્તમ ધવલથુડમાં નવોઢા એવી ચાર સ્ત્રીઓની સાથે સ્વર્ગમાં જેમ દેવ કાલ નિર્ગમન કરે, તેમ કંલ નિર્ગમન કરવા લાગ્યો. એમ કરતા એક દિવસ તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસૂરિ નામે મુનિ ઘણું શિષ્ય સહિત સમોસર્યા તે સાભળી રાજા પ્રમુખ વાઢવા માટે ગયા, ત્યા સિદ્ધદત્ત પણ ચારે સ્ત્રીઓથી સહિત ગુરુને વારવા માટે આવ્યું. ગુરુ પણ સહુને યથા૫ સ્વસ્થાન પર બેઠા જેઈ કરુણરસ યુક્ત દેશના દેવા લાગ્યા. સંસાર તારક દેશમાં સાભળી સિદ્ધિદત્તે પૂછયું કે મહારાજ ! હું પૂર્વજન્મ કેણ હતા? ત્યારે ગુરુએ તેને સર્વ પૂર્વ જન્મ કહ્યો તે સૂરિના મુખથકી સાભળી સ સારથકી વિરક્ત