Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ઉoo
આજની રાત્રે આવીને સુઈ રહેવું, અને અમે ત્યાં ચારે જણીઓ એકેક પ્રહરને અંતરે આવીશું. તેમાં જરાપણ સદેહ રાખશે નહિ. અને તમે આવ્યા વિના રહેશે નહિં? તે વાત રાજસેવકે અંગીકાર કરી, ત્યાંથી રજા લઈ ચાલ્ય, અને પિતાને સ્થાનકે આવે. અને પછી વિચાર કરવા લાગ્યું કે એ સ્ત્રીઓ સર્વ, રાક્ષસીઓ જેવી જ છે, તે તેના પાસે મારે તે શા માટે જવું . વળી એકને જે પરણવું હોય તે તે જાણે ઠીક જ છે, પરંતુ આ તે ચાર સ્ત્રીઓને પરણવુ ? વળી ચારને જે પરણે, તે કેવી રીતે સુખી રહે ! તેમાં પણ વળી તેના બેલવા પરથી લાગે છે, કે તે તે પિશાચી જેવી બલ કરનારી ઓ છે !
જ્યારે આપણે પરણ્યા, ત્યાર પછી તો તેને છેડાય જ કેમ ! કાને પકડેલી જે વ્યાધી બલવાનનાં જ પ્રાણ લે છે ! માટે તેઓની સાથે ન પરણવું તે જ સારું છે અને પરણ્યા પછી તે મારે કોઈ ઉપાય જ નહિં. અહ જુઓ તે ખરા મને એ રાજપુત્રીએ કે ઠ, એવી રીતે ચિંતાથી યુક્ત દિવસ પસાર કરી સાંજ પડી ત્યારે પણ વિચારવા લાગ્યો કે એ ક્ષુક સ્ત્રીઓને પરણીને એક તે મારા નિર્મલ એવા કુલને કલક લગાડવું, અને બીજું આ ગામને જે રાજા તેની સાથે ગુપ્ત રીતે વિવાહ કરી દ્રોડ કર | માટે એ કામ કુલવાન પુરુષને કરવું તો ઉચિત જ નથી ! એમ વિચારી પ્રદેશના સમયે તે નગરમાંથી બહાર જઈ કઈક ઠેકાણે રહ્યો.
હવે રાજસુતા વગેરે ચારે એકત્ર થઈને ઠરાવ કર્યો કે આપણે અનુક્રમે એકેક જીએ એકેક પ્રહરને આંતરે રાતમાં આપણે સકેન કરેલા દેવમંદિરમાં જવુ તે ઠરાવ પરસ્પર કબૂલ કરીને પ્રથમ પ્રહરમાં સર્વ વૈવાહિકે ઉપકરણું લઈને રાજકન્યા સખિ સહિત સાંકેતિક દેવ મદિરમાં પેઠી, અને આ દર જઈ જ્યાં જોવે છે ત્યા તે સિદ્ધદત્ત સુતેલ છે. તેને જોઈને તેણે જાણ્યું કે અહીં તે રાજપુરુષ અમારી પહેલાં જ મારા કહેવા પ્રમાણે આવીને સૂતે છે તેથી તે માણસ ઘણો જ હશીયાર લાગે છે, અને તેને પરણવાથી અમે ઘણાં સુખી થાશું ? એમ વિચાર કરી જ્યાં નિકટ આવી જુવે, ત્યાં તે પુસ્તક હાથમાં લઈને સિદ્ધદતને નિદ્રા કરતે દીઠે, ત્યારે રાજકન્યા વિચારવા લાગી કે અહીં તે રાજપુરુષ બુદ્ધિમાન તથા સાહસિક પણ લાગે છે, પરંતુ નિદ્રાવ્યું છે, કારણ કે તે ધમધકાર નિદ્રાજ કર્યા કરે છે. એમ વિચારી તેની પાસે ગઈ અને કહેવા લાગી કે હે સ્વામીનાથ! નિશ્ચિત થઈને કેમ સૂતા છે? જલદી ઉઠે. જે લગ્નને અવસર જાય છે, આવા ઉત્સાહના કાર્યમાં નિંદ્રા તે કેમ આવે છે? એમ બેલતાં બોલતાં પ્રેમ નિર્ભરપણા તેને ઉઠાડો અને અંધારે ને અંધારે તે રાજકન્યાએ પિતાને હાથ તેના દક્ષિણ હાથમાં મેલવી આપે અને હાથને વિષે કંકણ બાંધી ગાંધર્વ વિવાડ કરી લીધું. પછી નથી જા રાજકન્યા વિગેરેને સકેત જેણે એવા સિદ્ધદત્તને સાકેતિક રાજપુરૂષ જાણી રાજકરવા કહેવા લાગી કે વલ્લભ આપે આપનો બેસવાને રથ કયા છે છે? જ્યાં છોડ હોય, ત્યાં જઈ તેને ઘોડા જેડી ને જલદી તૈયાર રાખજે. કારણ કે આપણે