Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૫૦ અબડાને વિષે છે, ત્યાં માત્ર માર શબ્દ તે સારા લેક સેગઠાબાજી રમે, તે દાવમાં સોગઠાને જે મારે છે તે જ માર છે પણ અન્ય સ્થાનકે નથી. અશુદ્ધ મણિને વિષે ત્રાસ છે, પણ નગ ને વિષે કેઈને ત્રાસ નથી. તે ગુણયુક્ત નગરીમા મેઘનામે રાજા રાજ્ય કરે છે, તે રાજા રૂપે કરી કામદેવ જેવું છે. દાનથી કલ્પવૃક્ષ જે છે તે રાજાને મુક્તાવલીનામે ભાર્યા છે, તે ગુણવંતી, શીલવંતી, રૂપવંતી તેમજ ઔદાયાદિ ગુણોથી સુશોભિત છે એવી ઉત્તમ રાણી છે.
એક દિવસે રાજા સભા પૂરી થયે તે સભા દરખાસ્ત થઈ ત્યારે રાજા સભામાંથી ઉઠી પિતાના પ્રાસાદે આવ્યા ત્યાં મુક્તાવલી રાણી નીચે મુખે ગાલે હાથ દઈને રુદન કરતી દીઠી, ત્યારે રાજાએ આગ્રહ કરીને દુઃખનું કારણ પૂછ્યું, ત્યારે રાણી કહે છે, કે હે રાજા | આપણુ દુઃખ તે જગતજનમાં પ્રસિદ્ધ છે તે શું તમે નથી જાણતા ? ત્યારે તે રાજા કહે છે, કે હુ પ્રકટ નથી જાણતું તેથી મને આશ્ચર્ય થ ય છે. હે રાણી ! તે શું દુઃખ છે? તે મને પ્રકટ કરી જલ્દી કહે. ત્યારે રાણી કહે છે કે પૂર્વે મેં તમને નથી કહ્યું? તે પણ શું તમે વિસરી ગયા? ' એક પુત્રવિના જીવતર વૃથા છે તે માટે હું એજ દુ થી આજ રુદન કરું છું તે દુખ તમે જાણતા નથી ? અથવા તમારા હૃદયમાં તે દુખ નથી આવતું ?' એવું રાણીનું કથન સાંભળી રાજા કહે છે કે રાણી ! આ કાર્ય દેવને હાથે છે માટે તેને શું શોક કરે તે માટે હે પ્રિયે! જેને પ્રતીકાર નહીં, તેને નિષ્કારણ શેષ શું કરે? શું વળવાનું છે? ત્યારે રાણી કહે છે, કે એવું કાંઈ એકાગવચન નથી કારણ કે તમારું મન તો એકાગ્રહી છે તેથી તમે કાઈ ઈચ્છતા નથી.
જેમ મણિમંત્રને પ્રભાવ અચિંત્ય છે, તેમા દેવત છે, તે પણ સમગ્ર સામગ્રી પૂજા કરવાથી ફલે છે. તે માટે મારી પર કરુણા કરી મારું કઈ પાપ ચેષ્ટિત છે, તેથી પુત્ર ધાતો નથી, માટે કઈ ઈષ્ટ દેવને સમરે તે પુત્ર લાભ થાય. ત્યાર પછી રાજા મણિમંત્ર, યંત્ર, અને ઔષધાદિ ઉપાય કરતે એક દિવસને વિષે રમશાનને વિષે ગયે, તે દિવસ કાલી ચૌદશને હતો. ત્યાં જઈ માસાદિ બલિબાકુલા ઉછાળતો એમ બેલવા લાગ્યું કે, ભે ભે ભૂત પ્રેતાદિ પિશાચકે એક મને પુત્ર આપે, ત્યારે કઈ ભૂત આકાશમાં છે, અહે શા ! આ માંસના બલિએ કુલેથી પુત્રપ્રાપ્તિ ન થાય, પણ જે તું તારું મસ્તક છેઠી આપે, તે પુત્ર પ્રાપ્તિ થાય ત્યારે રાજા કહે, હું મરે હાથે મસ્તક છેદી તમને આપે, એમ કહી ડાબે હાથે પિતાને એટલો પકડી ખડગ લઈ પિતાનું માથું છેદવા લાગે એટલે દેવતા આવીને હાથ ઝાલી કહ્યું કે, હે રાજા ! આવું સાહસ મ કર તારે ભાવી પુત્ર થનાર છે. ત્યારે રાજાએ કહ્યું કે, સત્ય વાચા તમારું વચન સત્ય છે. તેના મુલ્ય બદલ મારા મસ્તકને ભેગ જઈએ ત્યારે દેવતા કહે છે, કે એનું મૂલ્ય ન હોય
1