Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
ચેાથે સર્ગ : હવે સાતમા ભવને વિષે સાતમા શુકદેવજેમાં સુખમય એવું સંપૂર્ણ આયુષ્ય ભેગવી ત્યાંથી દેવતા થયેલે રાજાને જે જીવ, તે પ્રથમ વીને જ્યાં ઉપ, તેની યથાર્થ કથા કહીએ છીએ, તેને એક ચિત્ત રાખીને હે ભવ્યજને ! તમે સાંભળે. જંબુદ્વીપમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્ર છે. જે ક્ષેત્રને વિષે સદેહના નિવારક એવા તીર્થ કરે વિચરે છે. તે વિદેહને વિષે સારા સુખપ જે વૃક્ષ, તેડુના કચ્છમાન સુકચ્છ નામે નગરી છે, તેમાં મેઘની જેમ વરસે એવા દાતાર, ધર્મવંત, ધનવંત, જયવંત પંડિત એવાં ઘણાં લેકે વસે છે. વલી જ્યાં જિનપ્રાસાદને વિષે નાટક પૂજાને અવસરે વાગતાં એવા જે મૃદ ગે, તેના ગરવને ધ્વનિ સાંભળીને સુખી થયા જે શ્રાવકપ મયૂરે, તે સદા નાચ કર્યા કરે છે. વળી જે નગરીને વિષે રાજકુમારે જે ઘડે દેડાવે છે, તેની રજ આકાશ પર્યત ઉડે છે. જે નગરીના ચતુષ્કાને, જેના ગંડસ્થલમાંથી મદ ઝરે છે, એવા હસ્તીઓ પિતાના મકથી સી ચે છે. તે સુપ્રશસ્ય એવી નગરીમાં પોતાની કીર્તિએ કરી વિમલકીર્તાિનામે રાજા રાજ્ય કરે છે. વળી તે રાજા કે છે કે વૈરીઓને બંધન કરવામાં ચતુર છે, લમીતે વિષ્ણુની જેમ વશજ કરેલી છે, તે રાજાને પ્રિયમતી પટરાણ રૂપે રંભા સમાન છે તે કુક્ષિએ દેવસિંહ રાજાને જીવ દેવલેકમાથી રવીને ઉત્પન્ન થયે, ત્યારે પ્રિયતી રાણીએ સુતા થકાં સપ્તમાં દિવ્ય મનોહર એ દેવતાને રથ દીઠે, તે દેવતાનો રય દેખી જાગ્યા, પિતાના સ્વામીને સર્વ વાત કહી, તે સાંભળી રાજાએ કહ્યું કેહે સ્ત્રી આપણને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે? રાણી હર્ષવંત થઈ ગર્ભનું પાલન કરે છે. પૂર્ણ માસે મધ્ય રાત્રીને વિષે દેવકુમાર સરખા દેદીપ્યમાન પુત્રને જન્મ આપે, દાસીએ રાજાને વધામણ આપી, ગીત ગાન કરાવ્યાં, ઘણુ દાન વિગેરે કરાવ્યા દસ દિવસ સુધી પુત્રને જન્મ મહોત્સવ કરી બારમા દિવસે સર્વ કુટુંબને જમાડી સ્વપ્નાનુસારે સર્વકની સાક્ષીએ દેવરથ નામ સ્થાપન કરે છે હવે તે કુંવર વિકસીત કમલેની જેમ વિકાસ પામતે વધતે હવે, રાજ્યમાં તેના ગુણોથી તે આદરમાન સન્માન વળે થય હતું, તે કુમાર સૌમ્ય, શીતલ, નિ કષાય, સતેષી હતે.
જે કુમાર યૌવનાવસ્થા પામે છે તે છતાં પણ વિષયથકી વિરક્ત અને સંસારી વાર્તા કથા, વિનોદ, તેથી રહિત છે, પપકાર કરવાને વિષે ડાહ્યો છે. માતાપિતાને હર્ષ ઉપજાવે તે છે, ચીવનાવસ્થા પામ્યો છે તે પણ તવદષ્ટિથી ધર્મમાંજ રૂચિ છે. હવે તે સમયે તે જ વિજયને વિષે દર્શનવાલા જનથી વ્યાપ્ત તથા પૃથ્વીરૂપ સ્ત્રીના કપાળમાં તિલક સમાન એવું સુપ્રતિષ્ઠિત નામે નગર છે, તે નગરમાં કુલવાન તથા મોટા સ્કંધવાળે, રૂડા કુલને ઉદય છે જેમને એવા કલ્પવૃક્ષ જે રવિતેજ નામે મેટા રાજા રાજ્ય કરે છે.