Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
શ્રણ કરવાની ઈચ્છા હતે પણ પિતાએ આપ્યું નહી તેથી તેના ભાઈને જીતવા માટે પ્રબલ સૈન્યની સહાયને માટે સુવેગનામે પિતાના મામાને મલી તેની પાસેથી સૈન્ય ત્રણ કરી તત્કાલ પોતાના ભાઈને પુરને વીટી લેતે હો. ત્યારે તે શશિવેગ પણ લડવા તેય ૨ થો. તે વખતે તેના મિત્રીઓ કહેવા લાગ્યા કે તમારે નાનાસાઈની સાથે યુદ્ધ કરવું એ ઉચિત નથી માટે તેને આ રાજ્યસન લેંપી દે. એવું વચન સાંભળી તુરત પિતાનુ રાજ્યસન છોડી સર્વ પરિકર લઈ આપણે ત્યાં હાલ બેઠા છીએ તે જ મહાટવીમાં સુગરિ નામે પર્વતને વિષે નવીન નગર વસાવી પિતાના સૈન્ય સહિત આવી રહ્યો. હવે તે શશિવેગને ચંદ્રપ્રભા નામની એક કન્યા છે. તેને એક દિવસ નૈમિત્તિકે જઈને કહ્યું કે હે રાજન ! આ તમારી કન્યાને જે પરણશે, તે પુરુષની સહાય થકી તમને પાછું રાજ્ય પ્રાપ્ત થશે? તે સાભળી શશિવેગ રાજાએ તે નૈમિત્તિકને પૂછયું કે મહારાજ ! કેવ પ્રરાક્રમથી યુક્ત હશે, તે મારી કન્યાને વરશે ? ત્યારે મિત્તિક બેલ્યો કે સુગ્રીવપુરના રાજાને મન્મત્ત હાથી, તોફાન કરી, આવાનસ્તંભ ભાગીને આ ગામની અટવામાં આવશે અને એ સ્વેચ્છાથી - ફરશે, તે હરતીને જે વશ કરશે, તે તમારી કરીને ભર્તા થશે ? તે તમે નિશ્ચયથી
જાણજે. તેમાં કંઈ પણ સશય રાખશે નહિં. પછી તે વાતની વાટ જોઇન શશિવેગ રાજા બેઠે હતે. તેવામાં તે તેના કહેવા પ્રમાણે સુગ્રીવપુરના રાજાનો પટ્ટ હાથી તેફાન કરી આ અટવામાં આવ્યું તેની શશિવેગ રાજાને ખબર પડવાથી પિતાની કન્યાને કહ્યું કે બહેન ! તમારે સખીઓએ સહિત આકાશને વિષે વિમાનમાં બેસી ફરવું અને જોયા કરવુ જે આ સુગ્રીવપુરના રાજાનો મન્મત્ત હાથી હાલ અટવીમા ફર્યા કરે છે, તેને કે વશ કરે છે? અને જે વશ કરે, તેના ગળામાં તમારે તુરત વરમાલા આરોપણ કરવી. પછી તે રાજાના કહેવા મુજબ અમે સર્વે આકાશ માર્ગે વિમાનમાં બેસી હાથીને જેવી જેની ફરતી હતી, તેવામાં તે આપે આવી તે હસ્તીને વશ કર્યો, તે અમેએ દીઠે તે અમારી સ્વામિની એવી આ શશિવેગ રાજાની કન્યાએ આપના ગલામા ત્વસ્તિ વરમાલા આરોપણ કરી આકાશ માર્ગે ગમન કર્યું અને તેણે ચાલતા ચાલતાં પ્રીતિપૂર્વક અને કહ્યું કે વસ્ત્રાભણદિક લઈને તેમાથી એક જણ જાઓ. અને તે પુરુષને અલંકૃત કરો તેની આજ્ઞાએ કરી અડિ આવી આ વસ્ત્ર આભૂષણથી આપને મે અલ કૃત કરેલા છે એમ જ્યાં તે ખેચરી રત્નશિખ રાજાને કહે છે, તેવામાં તે સુગ્રીવપુરના રાજા વસુતેજની અશ્વારુઢ પુરુએ યુક્ત એ સેના આવી, ત્યા તે તે અટવીમાં બેઠેલા, અને આમતેમ જોતા એવા તે રત્નશિખ રાજાને જોઈ સર્વ સેને વિચારવા લાગી કે શું આજ આપણું રાજાએ કહેલે પુરુષ હશે ? એમ વિચારીને એક મનુષ્ય અશ્વ પરથી હેઠે ઉતરી નમસ્કાર કરી કહેવા લાગ્યું કે હે દેવ ! જે મનુષ્ય, અટવીમાં ફરતા સુગ્રીવપુર પતિના મત્ત હાથી પર બેસીને અહીં આવ્યો હતો, તે કયાં ગ? ભલા તે તો ઠીક, પણ એક બીજું પણ પૂછવાનું છે કે તેના શરીરને કાઈ ઈજા તે થઈ નથી? તેવામાં તે ત્યાં બેઠેલી બ્રિરી હસીને બોલી કે