Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
તે સ્ત્રીભત્તરે લેચશેઠની ચાકરી કરીને તેને સાજો કીધે. જગતમાં અસામાન્ય ધર્મકુમારનુ સૌજન્ય જોઈને લેચનશેડ હદયમાં ચિતવવા લાગે કે, એક સજજન અને બીજું ચંદન વૃક્ષ એ બે જગતમાં પોપકાર વાતે નિપજાવ્યાં છે. મેં એ બંને ઉપર અપકાર કર્યો, તે પણ તેમણે મુજ પાપીની ઉપર હેત રાખી ઉપકાર કર્યો. મેં અધર્મ અન્યાય કર્યો, તે પાપે હં સમુદ્રમાં પડ, રોગિષ્ટ થયે, એમ પિતાના અંતઃકરણમાં લજા પામી નીચી દષ્ટિ રાખી બેઠે ત્યારે ધર્મવંત ધર્મકુમાર મીઠી વાણિથી તેને કહેતો હતે. કે, હે મિત્ર! ધન ગયું તેની ચિંતા કરે છે અથવા રેળ થયે તેની ચિંતા કરે છે? તમે એ શું કરવા ચિંતા કરે છે ? હે મિત્ર તમે જે મારી સહાયતાથી જીવતા રહ્યા છે તે
તમને ઘણું ધન, ઘણા મિત્ર આવી મલશે. પાપથી રહિત થવા, તેમ સુખી બનવા ધર્મનો ' માર્ગ બતાવ્યો, તેથી અકાર્યોને પ્રશ્ચાતાપ તે કરવા લાગ્યો, મારા જેવા દુષ્ટ અપકારી
પ્રત્યે તમે હે ધર્મકુમાર ઉપકાર કર્યો છે તે ક્યારે ભૂલીશ નહિ, વિવિધ રીતે પ્રલાપ કરતે ત્રિદ્ધિમુંદરીની માફી માંગી છે. ત્યારે શેઠને કહે છે તુ ધન્ય છે. પાપને પશ્ચાતાપ કરે છે, અહીં તારે દોષ નથી તારી અજ્ઞાનતાને દેષ છે, માટે તું જૈનશાસનનો રસિયે બની જા, તારા પાપ ધેઘાઈ જશે, તેથી તું પણ મુક્તાત્મા થઈશ. આ સાંભળી લેચન શેઠના વાસ્તવિક જ્ઞાન લેચન ઉઘડ્યા, શેઠ ઋદ્ધિ, દરીને કહે છે તું મારી માતા અને ધર્મગુરુ છે ત્યારે દ્વિસુ દરી પરસ્ત્રી ત્યાગ, કામ વિકારને તિલાંજલી અપાવે છે, લોચન શેઠ એ પ્રમાણે ધર્મ પામેલે ઘેર જાય છે. ધર્મકુમાર ધન સ્ત્રીની સાથે તે પ્રલિમિમા - જાય છે એ પ્રમાણે ઋદ્ધિસુંદરીની કથા કહી,
હવે જેથી ગુણસુંદરીની કથા કહે છે. એક સમયે ગુણસુંદરી અગણ્ય લાવણ્યરૂપ યૌવન સંપદાને પામતી હતી. તે સમયે વેદશર્મા બ્રાણને પુત્ર વેદરુચિ તેણે રાજ માગે સખી સહિત જાતી ગુણસુંદરી દીઠી. ત્યારે તેણે મનમાં ચિંતવ્યું, જે એ મૃગાક્ષી મારા ધરમ ન વસે ત્યા સુધી મારુ જીવિત કાસના ફૂલની પરે નિષ્ફલ છે. એ સ્ત્રી સાક્ષાત મહાલદીની જેમ મારા ઘરમાં ન આવે તે મારું જીવત વૃથા છે. એવુ તે બ્રાહ્મણ મદનાતુર થકે ચિંતવે છે. એટલામાં તે બાળા આખથી દુર થઈત્યારે ત્યાંથી તે બ્રાહ્મણના મિત્રે તેને કામાતુર જાણે ભર કામ જવરમાં તે બ્રાહ્મણને ઘરે તેડી લાવ્યો, પણ તેનું મન તે ગુણસુંદરીના મુખ ઉપર લાગ્યું છે. તે સ્નાન ભજન કાંઈ કરતો નથી. તેને દુખી જોઈ તેથી કારણ પિતાએ પૂછ્યું, ત્યારે ગલગલે થશે, પણ લજજાએ પિતાને તે વાત કરી ન શક્યો. ત્યારે પિતાએ તેના મિત્રને પૂછ્યું, અને તે દયાલું મિત્રે સર્વ વૃતાંત કહ્યું કે, એ ગુણસુંદરીને દેખી તેની ઉપર આસક્ત થયો છે.
એવું મર્મ જાણી પુત્રના નેહથી તેના પિતાએ તે કન્યાના પિતા સુષ નામે બ્રાહ્મણ હતું તેની પાસે તે કન્યાને માંગી. તે વખતે તેણે કહ્યું કે, પૂર્વે મેં સાવથી