Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
સ્ત્રીને સાથે લઈ વહાણે ચઢયે. તે ધર્મકુમાર પ્રિયા સહિત સિંહજીયે પોં. ત્યાં ચેડા કાળમાં ઘણું દ્રવ્ય ઉપાર્જીને પાછા વળ્યા, ત્યાં દૈવયેગથી ગાજવીજ, વરસાદ વાયુ ઉત્પન્ન થયે, કપાત વાયુથી દરિયે ભયંકર થયો, ત્યારે સૌએ આપ આપણુ દેવને સંભાર્યા. ત્યાં ધર્મકુમાર અને દ્વિસુંદરી એ બે વણિક સાગારી અણસણ કર્યું. વહાણ ઉપર પાણી ફરી વળ્યું, સહસાકારે વહાણ ભાગ્યું, ત્યાં સ્ત્રી ભરતાર બૂડતા ડૂબકી મારતા હતાં. તેવામાં પુષ્પગે એક પાટીઉ બન્નેના હાથે આવ્યું, તે પાટીઆને બળ પુણ્યદયથી ચાર પાંચ દિવસે કષ્ટ પામતાં તે કઈ દીપે ગયાં. ત્યા એકઠાં મલ્યાં. જીવને કર્મવિપાકથી આપદ પામવી તે સુલભ છે. પણ ધર્મસિદ્ધિ પામવી દુર્લભ છે. એ અપરંપાર સંસારમાં સર્વ પ્રાણિની એ રીત છે તે માટે તત્ત્વના જાણ પુરુષે સંપદા પામી હર્ષ ન કરે, અને આપદા પામી છેદ કરે નહીં. સંપત્તિ અને વિપત્તિ એતે સંસારમાં આવે છે, હવે નાવિક ધીરપુરુષ એવા ધર્મકુમાર કહે કે, લેાચનશેઠ સાર્થવાહ જંબુઢીપે જાય છે, તમારી ઈચ્છા હોય તે ચાલે. તે સાભળી ધર્મકુમાર ઋદ્ધિસુંદરીને સાથે જઈ વહાણમાં બેઠે. લેચશેઠે તેને ઘણે આદર કર્યો, પછી તે વડાણ ભરતક્ષેત્રાભિમુખે ચાલતું થયું. ત્યા લેચનશેડના મીઠાં વચને તે સ્ત્રી ભત્તર બેહુ હર્ષ પામી તેની સાથે જાય છે. એમ સમજતાં જતાં તટ પામવાને બે દિવસને માર્ગ શેષ રહ્યો, ત્યારે ધર્મકુમારની સ્ત્રી રૂપવંતી દેખીને જે લેશેઠ તે કામાતુર થઈ ચિંતવવા લાગ્યું કે, અહો ! વિધાતાયે એ સ્ત્રીને ઉત્પન્ન કરી પિતાની ઘણું સારી કલા પ્રકટ કરી. એ ઉત્કંઠ સ્ત્રી મારા કંઠને આલિંગન ન આપે તે હવે એ વિના જીવિત, પ, યૌવન અને ધન તે શું કામનું ?
વહાણ ચાલતા મધ્ય રાત્રે સર્વ પરિજન સૂતાં જાણી ધર્મકુમાર લઘુ શંકા માટે ઉઠો ત્યારે તેને ત્યાંથી ઉપાડી અગાધ સમુદ્રમાં લોચનશેઠે નાંખ્યા. વિષયાધ માણસ શું - શું અકાર્ય ન કરે ? તે સુચનશેઠે જેમ ધર્મકુમારને પાણીમાં બુડાવ્યે, તેમ તેણે પિતાના આત્માને પણ ભવસમુદ્રમાં બુડાવ્યા પછી પ્રભાતે ઋદ્ધિસુ દરીએ ભત્તર ન દીઠે. ત્યારે તે મહા દુઃખ પામી મૂઢાત્મા થઈ અતિકણુસ્વરે સદન કરતી હતી. લેચનશેઠ પણું ધવલ શેઠની પેઠે કપટ કરી તેને કહે છે કે, અહો ! મારો મિત્ર ક્યા ગયે ! સર્વ સેવકવર્ગની સાથે તે શેઠ હાય હાય કરી રુદન કરતે હો ! ઘણે વખત આકંદ શોક કરી ત્રાદ્ધિસુંદરી પાસે આવી આશ્વાસન આપતો હતો, તે સુંદરી! તું ચિંતા કરીશ. તે ગયે તે હું તારે નાથ થઈશ. મારુ ઉપામ્યું જે વિત્ત છે તે છે સુંદરી! સર્વ તારું છે. તું શા માટે ખેદ રુદન કરે છે, દેવે માઠું કીધું તેમાં અમે શું કરિયે? હું તે તારે દાસ થઈ રહીશ, તારા જીવને શાતા ઉપજાવીશ, જે તું આજ્ઞા આપીશ તે કર્તવ્ય હું કરીશ. એવાં તે પાપીનાં વચન તે વિચક્ષણ સતીએ સાંભળ્યા. " એ દુઝે મારા ઉપર રાગી થઈને મારા ભત્તરને સમુદ્રમાં પાયે, જે પુરુષ કામ