________________
૨૧
વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન શિષ્ય અહીં પોતાની વંદન કરવાની અને તે કઈ રીતે કરવું તેની ઇચ્છાનું નિવેદન કરે છે. આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૯ની વૃત્તિમાં તેને “વિનયભાવઇચ્છા અધિકાર કહ્યો છે.
૦ રૂછમિ - હું ઇચ્છું છું. વિવેચન માટે જુઓ સૂત્ર-૩. - અહીં કોઈના બળાત્કારથી વંદન કરતો નથી તેમ જણાવ્યું ૦ વમાસમા - હે ક્ષમાશ્રમણ ! (ગુરુજી) – વિવેચન માટે જુઓ સૂત્ર-૩ “ખમાસમણ”
– “ક્ષમા' શબ્દથી ક્ષમા, માર્દવ, આર્જવ આદિ સર્વે ગુણોનું ગ્રહણ કરવાનું છે. આ વિશેષણ થકી આવા ગુણોના યોગે તેઓ સાચા વંદનીય છે - એમ સૂચવ્યું :
૦ વંવિવું - વાંદવાને, વંદન કરવાને – વિવેચન માટે જુઓ સૂત્ર-૩ “ખમાસમણ”.
- આ પદ દ્વારા શિષ્ય શું ઇચ્છે છે તે જણાવ્યું. હવેના બે પદો દ્વારા કેવી રીતે વંદન કરે તે જણાવે છે–
૦ નાવળિag - સર્વ શક્તિસહિત, વિષય-વિકારરહિત
– વિવેચન માટે જુઓ સૂત્ર-૩ “ખમાસમણ' તેમાં આ “જાવણિજ્જાએ પદનું વિસ્તારથી વિવેચન કરાયેલ છે.
વનિતાહિકા- પાપ-નિષેધવાળી કાયાથી, નિષ્પાપ બનેલા શરીરથી, પાપવ્યાપારો ત્યજીને, પ્રાણાતિપાતાદિ પાપો જેમાં નથી એવી કાયા વડે.
– આ પદનું ઘણાં વિસ્તારથી વિવેચન સૂત્ર-૩ ખમાસમણ'માં કરાયેલ છે – તે ખાસ જોવું.
યોગશાસ્ત્રમાં જણાવે છે કે, “નિસીડિઆએ એ વિશેષ્ય પદ છે અને જાવણિજ્જાએ' એ “વિશેષણ પદ છે.
-૦- અહીં માવઠ્ઠ સૂત્ર-૧૦ની વૃત્તિમાં, ચૂર્ણિમાં તથા યોગશાસ્ત્ર ગ્રંથમાં આટલા પદોનો સંકલિત અર્થ બતાવતા કહે છે–
અવગ્રહની બહાર ઉભો રહીને શિષ્ય અર્ધાનવત શરીર વડે, બે હાથમાં રજોહરણ ગ્રહણ કરીને વંદન માટે ઉદ્યત થઈને આ પ્રમાણે કહે છે – “હે સમાદિ ગુણયુક્ત શ્રમણ ! પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત શરીર વડે અર્થાત્ હિંસાદિ ન થાય તે રીતે, યથાશક્તિએ અથવા મારી કાયાની સર્વ શક્તિ વડે હું આપને વંદન કરવાને ઇચ્છું છું. (આટલું બોલીને શિષ્યએ અટકવું.) - અહીં બે વિકલ્પ જણાવે છે – (૧) તિવિહેણ, (૨) છંદેણે
(૧) જો ગુરુ બીજા કાર્યમાં રોકાયેલા હોય અથવા બીજી કોઈ બાધાવાળા હોય તો તેઓ ‘તિવિહેળ' કહે છે. અર્થાત્ મન, વચન, કાયા એમ ત્રિવિધ વંદન કરવાનો નિષેધ કરે છે. ત્યારે શિષ્ય સંક્ષેપ વંદન કરે છે. (આ પ્રમાણે આવશ્યક સૂત્ર વૃત્તિનો મત છે.)
(અહીં આવશ્યક ચૂર્ણિકાર કહે છે...) થોડીવાર પછી, હાલ રાહ જો. કારણ કહેવા યોગ્ય હોય તો જણાવે, નહીં તો ન જણાવે.