________________
૨૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
: A1 1 1
દુક્કડાએ - દુષ્કૃત-પાપથી
વય - વચન સંબંધી કાય - કાયા-શરીર સંબંધી
કોહાએ - ક્રોધથી માણાએ - માનથી
માયાએ - માયાથી લોભાએ - લોભથી
સવ્વ - સર્વ, સબધી કાલિયાએ – કાળ સંબંધી
મિચ્છોવયારાએ - મિથ્થોપચારથી ધમ્માઇક્કમણાએ - ધર્મનું અતિક્રમણ - ધર્મ ઓળંગવારૂપી, તેના વડે આસાયણાએ - આશાતનાઓ
જો મે - જે મારા વડે આઇઆરો - અતિચાર
કઓ - કર્યો હોય તસ્સ - તે સંબંધી
પડિક્કમામિ - પ્રતિક્રમણ કરું છું નિંદામિ - નિંદુ છું
ગરિયામિ - ગર્હ કરું અપ્પાણ - બહિરુ આત્માને
વોસિરામિ - વોસિરાવું છું 1 વિવેચન :
આવશ્યક સૂત્ર નામના આગમમાં ત્રીજા અધ્યયન – “વંદન”માં આ સૂત્ર-૧૦ રૂપે છે. આ અધ્યયનમાં ભદ્રબાહુ સ્વામીજી રચિત નિર્યુક્તિ-૧૧૦૩ થી ૧૨૩૦માં
વંદન''ના વિષયમાં ઘણો જ પ્રકાશ પાડેલ છે. આ સૂત્ર તથા નિર્યુક્તિ પર જિનદાસગણિ મહત્તર રચિત ચૂર્ણિ તથા હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ પણ જોવા મળે છે.
આ સૂત્રને “વંદન” સૂત્ર કહે છે. પણ તે વંદન ગુરુસંબંધી હોવાથી તેને “ગુરુવંદન” સૂત્ર પણ કહે છે.
આ સૂત્ર સંબંધી અનેક હકીકતો લાવશ્યક સૂત્રની નિર્યુક્તિ વૃત્તિ ગુરુવંદનભાષ્ય, પડાવશ્યક સૂત્ર બાલાવબોધ, પ્રવચન સારોદ્ધાર, યોગશાસ્ત્રવૃત્તિ ઇત્યાદિમાં આપેલી છે. તે સર્વેમાંથી સૂત્ર સાથે સંકડાયેલ અગત્યની બાબતોને “વિવેચન” કે “વિશેષ કથન' રૂપે સ્થાન આપવાનો અમે પ્રયાસ અને પુરુષાર્થ કરેલ છે. તે આ પ્રમાણે
૦ ભૂમિકા :- જો કે આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, યૂર્ણિ અને વૃત્તિમાં તો આ સૂત્ર પૂર્વે અતિ વિસ્તૃત ભૂમિકા છે. પણ અત્રે અમે માત્ર યોગશાસ્ત્ર વૃત્તિમાં આપેલી ભૂમિકાને જ રજૂ કરીએ છીએ
યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં આ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે આરંભે જણાવે છે કે
દ્વાદશાવર્ત વંદન કરવાની ઇચ્છાવાળો શિષ્ય ખમાસમણરૂપ લઘુવંદનપૂર્વક સંડાસા પ્રમાર્જીને બેઠાં બેઠાં જ પચીશ બોલથી મુહપત્તિનું અને બીજા પચીશ બોલથી શરીરનું પડિલેહણ કરે. તે પછી પરમ વિનયપૂર્વક પોતે મન, વચન અને કાયાથી શુદ્ધ થઈને ગુરુના આસનથી પોતાના દેહપ્રમાણ ભૂમિરૂપ સાડાત્રણ હાથ અવગ્રહની બહાર ઉભો રહીને કેડેથી અર્ધ શરીર મસ્તક સાથે નમાવીને, હાથમાં ઓઘો-મુહપત્તિ લઈને વંદન કરવા માટે આ પ્રમાણે બોલે
• મ મારો વંતિક નાળિજ્ઞ, નિદિg - હે ક્ષમાશ્રમણ ગુરુજી! હું પાપવ્યાપારોનો ત્યાગ કરીને, સર્વ શક્તિ સહિત વંદન કરવા ઇચ્છું છું.
– આવશ્યક નિર્યુક્તિ-૧૨૧૮માં આ “ઇચ્છા નિવેદન સ્થાન” કહ્યું છે અર્થાત્