________________
છે; છતાં પણ કોઈ ભૂલ રહી જવાની સંભાવના ગણાય, જેથી મારી એવી કઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ મિથ્યાદુકૃત દઉં છું.
આ સર્વ કાંઈ એક યા બીજારૂપે શ્રી જિનવાણીને જ વિભાગ છે. સુજ્ઞ વાચકવર્ગ તેમાંથી સમજવાયોગ્ય ઉપાદેય વસ્તુને પ્રાપ્ત કરી સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુને ગવેષી વિચારે. સાહિત્ય નજરે કે અન્ય રીતે ટીકા કરવા
ગ્ય નથી. એમાં સમજવા લાયક તત્વ જણાય તે જીવવા લાયક છે, એ દષ્ટિને સન્મુખ રાખી લેખે વાંચવા વિજ્ઞપ્તિ છે.
સદર લેખનું વાંચન તથા પ્રકારના જિજ્ઞાસુ સુજ્ઞવર્ગને ગ્ય રીતે લક્ષગત થવા સંભવ, જેથી તેનાં અધિકારી તથાવિધ છ સમજવા.
પ્રાન્ત, મારા ગાંભીયદિ ગુણગણાલંકૃત, પ્રશાન્તમતિ, પરમકૃપાળુ, પૂ. ગુરૂવર્ય પં. શ્રી ધર્મવિજયજી ગણિવરશ્રીનું પુણ્યનામ સ્મરણ કરી વિરમું છું.
મતિષથી, લેખષથી અથવા પ્રેસષથી થયેલ ભૂલચૂક માટે હું ફરીથી મિથ્યા દુષ્કૃત દઉં છું. અદેશકભાવથી મુક્ત ગંભીર હૃદયવાળા સજજને ભૂલ સુધારીને વાંચે. 'गच्छतां स्खलनं कापि, भवत्येव प्रमादतः । हसन्ति दुर्जनास्तत्र, समादधति सज्जनाः ।।
-મુનિ પુણ્યવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org