Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ VII પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ મકાનમાં વસાવટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને એ ઘરમાં બેસવા-ઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ. બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણા ભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોણ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા. એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અમે પંડિતજી સાથે ગયેલા. એમણે પરદા ઉપર ચાલતું ચલચિત્ર જોયું નહોતું. માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી. ૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરમિ, ઉમાશંકરભાઈ અને જયંતિ દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતિ દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું. પંડિતજી બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજમાં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં તેમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, “એક મિનિટ ઊભા રહો'. મને એમ કે કંઈ લેવાનું ભુલાઈ ગયું હશે; પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ આ રીતે નવકાર ગણો છો ?' તેમણે કહ્યું, “શ્રદ્ધા વગર આપણું જીવન ટકી જ ન શકે. બહારગામ જતાં કે કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉ છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 152