Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 10
________________ નીતિ વાક્યામૃત. ખાનપાનમાં વિવેક રાખવાથી જન્મને નબળે બાંધે પણ સુધારી શકાય છે, આવરદાની દોરી લંબાવાય છે. અને રોગની ઉત્પત્તિની સંખ્યામાં ઘટાડે કરી શકાય છે. કેળવણીના અભ્યાસની મદદથી માનસિક શક્તિને તીવ્ર અને વિકાશીત કરી શકાય છે. ૩ સંકટ અને દુઃખનાં પ્રત્યક્ષ કારણે આપણાં કર્તા જ છે. આપણું ચારિત્ર સુધારવા તથા કેળવવા, અને ઉત્તમ પ્રકારને સ્વભાવ બનાવવામાં, તથા આપણું જીવન સુખી કરવામાં, આપણી મનવૃત્તિઓ ઘણે ભાગે કારણભૂત છે. ઈચ્છાનું સ્વરૂપ ચારે તરફથી જુદા જુદા લેહચુંબકથી વીંટાયેલા લોઢાના કકડા સમાન છે, અને તેથી તે બળવાન સત્તા તરફ ખેંચાય છે. ઈચ્છાની સ્થિતિ પવનચક્કીના જેવી છે. તેને પિતાની માહીતિ હતી નથી. અર્થાત્ ઈચ્છા વખતે આત્મભાન હોતું નથી. પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંચગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194