________________
રા. રા. શેઠશ્રી સૌભાગ્યચંદ ચુનીલાલની
-: જીવનરેખા :
રા. ર. શેઠશ્રી સૌભાગ્યચંદભાઈ જેનેથી સમૃદ્ધ જૈનપુરી સમા રાજનગર (અમદાવાદ)ના રહીશ છે. જેમાં વિશાશ્રીમાળીજ્ઞાતીય ધર્મનિષ્ઠ શ્રમણોપાસક શ્રેષ્ટિવર્ય છે. જેઓ સ્વભાવે સરળ અને ભદ્રિક છે. જેઓ સરળ સ્વભાવ ચુનીભાઈ શેઠના પુત્રરત્ન છે. વિ. સં. ૧૯૪૦ ના ફાગણ વદ તેરસને મંગળવારે સ્વજનને મંગળકારી જન્મ ધારણ કર્યો અને માતુશ્રી સાંકુબાઈના સૌભાગ્યરુપ સમુદ્રની અભિવૃદ્ધિમાં જાણે ચંદ્ર સમા તે બાળકનું ફેઈએ. ગુણાનુસારી “સૌભાગ્યચંદ્ર” એવું નામ, નામસ્થાપન સમયે જાહેર કર્યું. જેમાં એક વર્ષને સાત દિવસના થયા, તે દરમ્યાન માતુશ્રી સાંકુબાઈ પરલેક સિધાવ્યાં. આટલી કમળ કમળની કળી સમી ખીલતી વયમાં માતા અવસાન પામવા છતાં, શેઠશ્રી પિતાના સૌભાગ્યથી જ ઉછેરાયા અને વ્યવહારિક અભ્યાસમાં મેટ્રીક પાસ થયા, શેઠશ્રીના પિતાશ્રી વિ. સં. ૧૮૭ માં અવસાન પામ્યા. બાદ તેઓએ ધંધાના અનેક લાઈન લીધી. જીવનમાં અનેક વ્યાપારે ખેડ્યા, કુશળ વ્યાપારી બન્યા અને લાખ રૂપિયા પેદા કરી સૌભાગ્યચંદ શેઠ લક્ષમીથી સૌભાગ્યશાળી થયા ને સ્વનામને સાર્થક કર્યું.
જેઓનાં સહચારિણી ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતાં સ્વશેઠાણું “વિમળાબહેન હતાં. જેઓ શેઠશ્રીને ધર્મકરણીમાં વારંવાર