________________
૩૯ પ્રેરણા કરીને જોડતાં, ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમજ સખાવતેમાં શેઠાણી શ્રીમતી વિમળાબહેનને માટે ફાળે રહેતે. જે શેઠાણીએ એક ધાનની શ્રીનવપદજી મહારાજની ઓળીની સંપૂર્ણ આરાધના કરી હતી. ગઈ સાલમાં જ શેઠાણું અવસાન પામ્યાં. તેમના શ્રેયાર્થે શેઠશ્રીએ પાંચ હજારની રકમ સુકૃતમાં ખરચવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં જેઓએ દસ હજાર જેટલી રકમ સુકૃતમાં ખરચી પાર્જિત ચંચળ લક્ષ્મીને સદ્વ્યય કર્યો છે. પ્રતિ વર્ષ જેઓ સાતે ક્ષેત્રોમાં સારી સખાવતો કરે છે. આ ગ્રંથનું પ્રકાશન પણ તેઓશ્રીને ફાળે જાય છે. કારણ કે-આ પ્રકાશનમાં તેઓ સંપૂર્ણ સહાયક છે. ખરેખર આવા શ્રેષ્ટિવર્યની આ જીવનરેખા સો કેઈને પ્રશંસનીય તેમજ અનુમોદનીય છે..
પ્રકાશકીય નિવેદન
સાતે નયનું સુંદર બયાન કરનાર “નયરહસ્ય' નામને આ ગ્રંથ છે. તેના રચયિતા પૂજ્યપાદ જેન ન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજય મહારાજ છે. જેને કાશીના પંડિતએ શાસ્ત્રાર્થમાં જય મેળવવાથી “ન્યાયવિશારદ' પદથી અલંકૃત કર્યા હતા અને ન્યાયના એક સો ગ્રંથ બનાવ્યા બાદ “ન્યાયાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેમની કસાયેલી વિદ્વગ્ય કલમથી લખાયેલ આ ગ્રંથ છે, જે આધુનિક પ્રજાને ટીકા વિના સાગપાંગ લાગવે મુશ્કેલ છે, તેથી પૂજ્યપાદ શાસનસમ્રાટ સર્વતન્ત્રસ્વતન્ન સૂરિચકચક્રવત્તિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીજીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ