________________
કવિરત્ન શાસ્ત્રવિશારદ પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ વિલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ વિદ્વત્સમાજ તેમજ તત્ત્વજિજ્ઞાસુ તત્ત્વરસિક જીને પ્રદદાત્રી પ્રમોદા' નામની વિવૃત્તિ-ટીકા રચી આ નયરહસ્ય ગ્રંથને સુગમ બનાવે છે. તેને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. અપ્રતિમ પ્રતિભાશાળી મૂળ ગ્રંથ છે, એ વાત તે નિ:શંક છે, પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “પ્રદા” વિવૃત્તિ રચી, પિતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, જે સાદ્યન્ત સૂવમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “અમેદા’ વિવૃતિની સાર્થક્તાને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. જેને ન્યાય સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રંથ અને પ્રકાશ ફેકે છે.
આ ગ્રંથપ્રકાશનમાં વ્યાખ્યાનરસિક ભદ્રિકાત્મા સૌભાગ્યચંદ ચુનીભાઈએ, પિતાને ધાર્મિક જીવનમાં જોડનાર સ્વ. ધર્મસહચારિણી અખંડ સૌભાગ્યવતી શ્રીમતી વિમળાબહેનના સ્મરણાર્થે તેમજ શ્રેથે સંપૂર્ણ સહાય કરી છે, તે ખરેખર અનમેદનીય છે.
પૂજ્ય વિદ્વાન મુનિશ્રી મહિમાપ્રભ વિજયજી મહારાજે પ્રેસ કેપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે આ સ્થળે સેંધપાત્ર છે. આ ગ્રંથરત્નાકરમાં કયાં કયાં વિષયરત્ને ક્યાં કયાં છે, તેની જીજ્ઞાસાવાળા મહાનુભાને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રંથ ને ટીકાની મહત્તાને ખરે ખ્યાલ આવી જશે.
પ્રસ્તુત ગ્રન્થનું સાધન મુફસશે ધનનું કાર્ય વ્યાકરણતીર્થ મું. અંબાલાલ પ્રેમચંદ શાહે કુશળતાથી જે કરેલ છે, તે પણ સંસ્મરણીય છે. ઈત્યતં પ્રસંગેન.