________________
વિધિથી, અને મને વિશ્વ
છે, પણ હું કાંઈ વિશેષજ્ઞ હેવાને દાવો કરી શકું તેમ તે છે જ નહિ. એટલે મતને મળતાં ન થાય તે શાંતિથી, દીર્ઘદ્રષ્ટિથી, વિચારવિશાળતાથી સમાજહિતને નજરમાં રાખી એ પર ચર્ચા કરે એટલી વિજ્ઞપ્તિ કરું અને સાથે જણાવી દઉં કે એના પર થતી ચર્ચા હું શાંતિથી વાંચીશ, વિચારીશ અને પચાવીશ, પણ ખાસ કારણ વગર અર્થ વગરની ચર્ચા કે પ્રકારની પરંપરામાં ઉતરીશ નહિ. એમ કરવાની મને ફુરસદ પણ નથી અને વિષયની મહત્તા જોતાં તેની જરુર પણ નથી. મેં તો મારા વિચાર અને અવલોકનનાં પરિણામ અત્ર રજુ કર્યો છે, તે નમ્ર ભાવે સમાજને ચરણે ધરું છું અને તેને જે ઉપયોગ તેને યોગ્ય લાગે તે કરે તેટલું જણાવવું અત્ર પ્રાસંગિક છે.
કઈ કઈ બાબતની પુનરાવૃત્તિ લેખમાં થઈ છે તે સકારણ છે એ આગળ પાછળનો સંબંધ જેવાથી માલુમ પડશે. કોઈ વ્યક્તિ, કઈ સંપ્રદાય કે કઈ સમષ્ટિ, કઈ જ્ઞાતિ કે સંઘ કે સ્થાયી હક્કોને દુઃખ લગાડવાને ઈરાદે ન હોવા છતાં તેમની નજરે તેવું કાંઈ જણાય તે મને ક્ષમા કરે એવી મારી છેવટની વિજ્ઞપ્તિ છે. પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડીંગ, ) મૌન એકાદશી, મુંબઈ,
મો. ગિ, કાપડીઆ. તા. ૬-૧૨-૧૯૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com