Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 11
________________ ૧૦ પહેલા વાદસ્થાનકનું નામ છે મોહોર્ન્મેલન. અર્થાત્ જિનબિમ્બ પ્રતિષ્ઠાના અધિકારની બાબતમાં વ્યક્તિગત પક્ષને જે કાંઈ મોહોદય છે તેનું અહીં ઉન્મૂલન અભિપ્રેત છે. ચર્ચાનો મુખ્ય મુદ્દો છે.- ‘જિનબિમ્બ પ્રતિષ્ઠા સાધુથી (આચાર્યથી) થાય કે નહીં ?’ અથવા ‘શ્રાવકે જ કરવાની હોય કે સાધુ (આચાર્ય) પણ કરી શકે ?' લગભગ વિક્રમની બારમી શતાબ્દીમાં આ વિવાદ ખુબ જ ચગડોળે ચઢેલો હતો. આ વિવાદને શમાવવા માટે એક તબક્કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ સાધુ (આચાર્યો) એ કરેલી પ્રતિષ્ઠા માન્ય રાખવાની શર્તે પુનમની પક્ષીનો સ્વીકાર કરી લેવાની હદ સુધી ઉદાર થઈ ગયા હતા. અહીં પ્રસ્તુત વાદસ્થાનકમાં અનેક પ્રાચીનશાસ્ત્રોના આધારે ગ્રન્થકાર અચાર્યશ્રી અજિતદેવસૂરિ મહારાજે ‘સાધુઓ પ્રતિષ્ઠા કરે' એ તથ્યની પ્રબળ સ્થાપના કરી છે. ‘સાધુથી પ્રતિષ્ઠા થાય જ નહિ' એવું માનનાર પક્ષની યુક્તિઓનો પણ સશક્ત જવાબ વાળ્યો છે. પૂર્વપક્ષીએ તિલકમંજરી, કથાકોશ, પંચાશક, ઉપમિતિ, પ્રશમરતિ વગેરે શાસ્ત્રોનો હવાલો આપીને ‘શ્રાવકે જ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહીં કે સાધુએ’ આ મત પુષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. ઉત્તરપક્ષમાં એ પ્રયત્નની નિષ્ફળતા બતાવીને પ્રતિષ્ઠાકલ્પ, પંચાશક વગેરે અનેક શાસ્ત્રોના આધારે સાધુકૃતપ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા કરી છે. ચર્ચામાં એક સ્થળે ઉત્તરપક્ષમાં પ્રથમ કોઈકના અભિપ્રાયથી દયમન્તીકથા વગેરેમાં જાણે કે ઉત્સૂત્રપદો હોવાનું જણાવીને જવાબ વાળવામાં આવ્યો છે. પણ પછી સ્વયં ગ્રન્થકારે જ આગળ સ્પષ્ટ ખુલાશો કરી દીધો છે કે દમયન્તીકથા વગેરેના કર્તા આચાર્યભગવન્તો નિર્મલ વચની જ છે માટે તેમના ગ્રન્થોમાં ઉત્સૂત્ર પદોની વિચારણા (શંકા) નિષ્પ્રયોજન છે. આનાથી એ ફલિત થાય છે કે કાલ્પનિક અસંગતિઓને આગળ કરીને બીજા આચાર્યોના ગ્રન્થોને ઉત્સૂત્ર ઠરાવી દેવાનું સાહસ કરતા પહેલા છદ્મસ્થોએ બહુ જ વિચાર કરવો જોઈએ. પૂર્વપક્ષીએ પ્રતિષ્ઠાકારક આચાર્યોં ઉપર પાંચમહાવ્રતના લોપનો આક્ષેપ કર્યો છે, એના બદલે જિનાલય બંધાવવાની કડાકૂટમાં પડનારા ઉપર એ આક્ષેપ કર્યો હોત તો શોભત, પણ પ્રતિષ્ઠાકારક આચાર્યોં ઉપર આક્ષેપ જરા પણ બંધબેસતો નથી એ ગ્રન્થકારે વિસ્તારથી બતાવ્યું છે. આ પ્રસંગમાં ત્રીજા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100