Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩. સમવાયની ચર્ચા અને તાદાત્મ-તત્પત્તિસમ્બન્ધની ચર્ચા અન્તર્ગત છે. ૯ વિકલ્પોની ચર્ચા બાદ 'તા” પ્રત્યયનો અર્થ ભાવાત્મક સામાન્ય કરવામાં આવે તો એ ‘સામાન્ય'ને અપ્રામાણિક ઠરાવવા માટે ૩૦ વિકલ્પોની રજુઆત જે રીતે ગ્રન્થકારે પ્રસ્તુત કરી છે તે બીજા કોઈ ગ્રન્થમાં જોવા મળવી દુર્લભ છે. ત્યારબાદ કિયતે” એવા કર્મણિપ્રયોગથી શ્વેતપટતામાં કર્મત્વની સૂચના થાય છે પણ અહીં નિવર્તન કે વિકિયારૂપ કર્મત્વ ઘટતું નથી તે દર્શાવીને વાદસ્થાનકની સમાપ્તિ કરાઈ છે. બને વાદસ્થાનકો ગ્રન્થકાર આચાર્યદેવની વિશિષ્ટ પ્રતિભાના સાક્ષી છે. ગ્રન્થકારે પહેલા વાદસ્થાનકની રચના વિ.સં. ૧૧૮૫માં કરી હોવાનો નિર્દેશ કર્યો છે. બીજા વાદસ્થાનકમાં સંવત્ નિર્દેશ કર્યો નથી પરંતુ તે સં. ૧૧૮૫ની આસપાસમાં જ હશે. ગ્રન્થકારે બંને વાદસ્થાનકમાં કર્તા તરીકે પોતાનો અજિતદેવસૂરિ’ એવા નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. મોહોબ્યુલન વાદસ્થાનકની રચના આચાર્યદેવે તાતક' નામના પરમશ્રાવકની વિનંતિથી સૌવર્ણિકા નગરીમાં કરી હોવાનું જણાવ્યું છે. બીજા શ્વેતપટતા વાદસ્થાનકનું નિમણિ લાદેશમાં તુંડકેશ્વર નામના નગરમાં કર્યું હોવાનું જણાવ્યું છે. મહી અને નર્મદા બે નદીઓ વચ્ચેનો પ્રદેશ પ્રાય: જુના કાળમાં લાદેશ તરીકે ઓળખાતો હતો. બીજા વાદસ્થાનકમાં ગ્રન્થકારે પોતાના ગુરુ વગેરે પરમ્પરાનો ઉલ્લેખ કર્યો .. નથી. પણ “મોહોબ્યુલન” વાદસ્થાનકમાં શ્રી મુનિચન્દ્રસૂરિ, શ્રીમાનદેવસૂરિ અને શ્રી દેવભદ્રગણીનો ઘણા બહુમાનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. આ બંને વાદસ્થલો જૈન વાડ્મયની શોભાવૃદ્ધિ કરનારા અને ઘણી શંકાકુશંકાઓનું નિરાકરણ કરનારા હોઈ અધ્યેતાઓ માટે ઉપયોગી છે. પ્રાચીન તાડપત્રની ફોટોસ્ટેટ પ્રત જે એકમાત્ર નકલ સ્વરૂપે ઉપલબ્ધ થઈ તેના આધારે આનું સંશોધન કર્યું છે. તેથી આમાં પાઠાન્તર નોંધનો કોઈ સવાલ રહેતો નથી. . સિદ્ધાન્ત મહોદધિ ચારિત્રસમ્રાટ પ. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, તેમના વર્ધમાનતપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. તથા વિદ્યમાન પટ્ટાલંકાર સિદ્ધાન્તદિવાકર ૫.પૂ. આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ની કૃપાથી આ ગ્રન્થનું સમ્પાદન થઈ શકયું છે. તેના અધ્યયન દ્વારા મુમુક્ષુગણ કુવાદોથી નિવૃત્ત થાય એ જ શુભેચ્છા.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100