________________
ઉપર જણાવેલા ત્રણવાદોમાં ધર્મવાદ એજ શ્રેષ્ઠ વાદ છે. જે વાદમાંથી ધર્મતત્ત્વ નીકળી જાય તે વાદ કાં તો શુષ્કવાદ હોય, કાં તો વિવાદ. શુષ્કવાદ અને વિવાદ એ બંને વાદ અનાદેય છે - હેય છે. એક માત્ર ધર્મવાદ જ ઉપાદેય છે. માટે જ જ્ઞાની ભગવંતોએ શુષ્કવાદ અને વિવાદ કરવાની ના પાડી છે, એક માત્ર ધર્મવાદની જ છૂટ આપી છે. - આ ધર્મવાદ કરવા માટે તૈયાર થયેલો વાદી પણ સ્વ-પર અનેક શાસ્ત્રોનો જાણકાર હોવો જોઈએ. દર્શનશાસ્ત્રમાં એની મતિ નિપુણ હોવી જોઈએ. આવો વાદી ધર્મવાદ માટે યોગ્ય ગણાય. તમામ પરમાત્માના પરિવારમાં અમુક સંખ્યામાં ' વાદી મુનિઓ હોય છે. પરમાત્મા મહાવીર પ્રભુના પરિવારમાં સાતસો મુનિઓ: વાદી હતા, એટલે કે વાદલબ્ધિના ધારક હતા. આ વાદલબ્ધિને કારણે તેઓ ગમે તેવા પ્રતિવાદીનો પરાજય કરી સત્યની સ્થાપના કરવા માટે સમર્થ બનતા. વાદના પ્રકારો જાણ્યા પછી હવે વાદીના પ્રકારો જાણીએ.
આચાર્યદેવશ્રી વાદીદેવસૂરિએ પ્રમાણનયતત્વાલક ગ્રંથમાં વાદનો પ્રારંભ કરનાર વાદીના બે પ્રકાર બતાવ્યા છે.
(૧) જિગીષ (૨) તત્વનિર્ણિનીષ.
(૧) જિગીષ - પોતે સ્વીકારેલ તત્ત્વની સિધ્ધિ કરવા સાધન અને દૂષણવચન દ્વારા જે અન્યનો પરાજય કરવાની ઈચ્છાવાળો હોય તે જિગીષુવાદી છે.
(૨) તવનિર્મિનીષ :- પોતે સ્વીકારેલ તત્વની સિદ્ધિ કરવા સાધન અને દૂષણવચન દ્વારા કેવળ તત્ત્વનો નિર્ણય-નિશ્ચય કરવાની ઈચ્છાવાળો હોય તે તત્ત્વનિર્ણિનીષ વાદી છે.
ઉપરના બે પ્રકારના વાદીઓમાંથી તસ્વનિર્ણિનીષ એ શ્રેષ્ઠવાદી છે. એને મન જય-પરાજય ગૌણ હોય છે. કેવળ તત્ત્વનો નિર્ણય એ જ એને મન મહત્વની વાત હોય છે.'
વાદ અને વાદી અંગેની આટલી વિચારણા કર્યા પછી એક ખુલાસો કરી દઈએ. મોટાભાગે લોકમાં એવી માન્યતા છે કે વાદ કરવો એટલે ઝઘડો કરવો.
१. स्वीकृतधर्मव्यवस्थापनार्थ साधनदूषणाभ्यां परं पराजेतुमिच्छर्जिगीषुः ।।८-३॥ तथैव तत्त्वं प्रतितिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ।।८-४॥
- પ્રમાનિતત્તાણી