Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૭ આપ્યા છે. તથા દ્વિતીય પરિશિષ્ટમાં વાદસ્થાનકમાં વપરાયેલા ન્યાયાદિ અકારાદિક્રમે આપ્યા છે. ઋણસ્વીકાર : (૧) દર્શનપ્રભાવક, શ્રુતસ્થવિર, પ્રવર્તકશ્રી પૂજ્યજંબૂવિજયજી મહારાજ : શંખેશ્વર જેવા મહાતીર્થમાં પોતાના અનેક કાર્યોને ગૌણ કરી પ્રસ્તુત ગ્રંથનું અંતિમ પ્રુફ જાતે રસપૂર્વક વાંચીને પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને શુધ્ધ કરી આપ્યું, એટલું જ નહિ; વિશાળકાય ગ્રન્થોમાં છૂપાયેલા સાક્ષીપાઠોને શોધવામાં ઘણો સમય વ્યય કરવા છતાં જ્યારે તે પાઠ ન મળતો ત્યારે હું નિરાશ થઈ જતો, કામ છોડી દેતો, એ વખતે દ્વાદશારનયચક્રના સંશોધન વખતે એક અવતરણનું મૂળસ્થાન શોધવા ભોટભાષા શીખીને તેના ગ્રંથો વાંચતા... અને ૨૦ હજાર પંક્તિઓ વાંચ્યા પછી એક પંક્તિ ઉપયોગી જડી આવતા જે આનંદ પામતા તેની વાત કરીને તેઓશ્રીએ મારી નિરાશાને ખંખેરી છે અને આ શ્રમસાધ્ય કાર્યમાં વધુ ઉત્સાહી પણ બનાવ્યો છે. (૨) વિધર્ય પૂ.પં. શ્રીશીલચંદ્રવિજયજી મહારાજ : ભુવનસુંદરીકથાનો પાઠ શોધવા જેમણે પોતાનો બહુમૂલ્ય સમય વ્યય કર્યો, તેમજ પ્રતિષ્ઠાકલ્પની કેટલીક નવી ગાથાઓ પણ તેઓશ્રી દ્વારા પ્રાપ્ત થઈ છે. (૩) જ્ઞાનદાતા, તર્કસમ્રાટ પૂ.પં. શ્રીજયસુંદરવિજયજી મહારાજ : પૂ.પંન્યાસજી મહારાજનો મારા પર ઘણો ઉપકાર છે. સાંખ્યતત્વકૌમુદી આદિ દાર્શનિક ગ્રન્થોનું તેઓશ્રીએ મને અધ્યયન કરાવ્યું છે. તેમજ પ્રાચીન સાહિત્યના અધ્યયન-સંશોધન-સંપાદન આદિના કાર્યમાં અવસરે અવસરે તેઓશ્રીનું માર્ગદર્શન મળતું જ રહ્યું છે અને મળે પણ છે. બંને વાદસ્થાનકોની જાતે તૈયાર કરેલી પ્રેસકોપી ઉદારભાવે મારા પર મોકલીને આં ગ્રંથના અધ્યયન-સંપાદન આદિ દ્વારા સ્વાધ્યાયની તથા અનેક ગ્રંથોના પરિચયમાં આવવાની અમૂલ્ય તક આપી છે. આ ગ્રંથના સંપાદન દ્વારા હું એમ સમજતો હતો કે આ બહાને પૂજ્યશ્રીના ઋણમાંથી કિંચિદંશે મુક્ત થઈશ, પરંતુ ૧. આ વાદસ્થાનકમાં એક શ્લોક ઉષ્કૃત છે. જેની શરૂઆત આવાં વિન્વિતાં...થી થાય છે. વિર્ય પરમપૂજ્ય જંબૂવિજયજી મહારાજનું કહેવું છે આ શ્લોક પ્રમાણવિનિશ્ચય ગ્રંથનો છે. વર્તમાનમાં આ ગ્રંથ પ્રાપ્ત નથી થતો, પરંતુ આ શ્લોકની અંતિમ પંક્તિ પુત્ત્તા યત્ર... અનેક દાર્શનિક ગ્રંથોમાં જોવા મળે છે. સંપૂર્ણ શ્લોક સહુ પ્રથમ આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100