________________
૨૮
જેમ જેમ આ ગ્રંથના બહાને બીજા અનેક ગ્રંથોના પરિચયમાં આવવાનું થયું તે જોતાં એમ લાગે છે કે હું તેઓશ્રીના ઋણમાંથી તો મુક્ત નથી થયો, પરંતુ પૂજ્યશ્રીએ આ બહાને મારા પર વધુ એક ઉપકાર કર્યો છે. જો આ રીતે પણ મારા આત્માને લાભ થતો હોય તો ક્યારેક આવા ઉપકારના ભાર હેઠળ દબાઈ. રહેવું પણ ગમે છે.
આ સિવાય હસ્તપ્રતિ આદિ મેળવી આપવામાં સહાયક થનાર લક્ષ્મણભાઈ ભોજક, પં. ચંદ્રકાંતભાઈ સંઘવી આદિ પણ અત્યંત ધન્યવાદને પાત્ર છે. તેમજ આ ગ્રંથના સંપાદનાદિ શુભકાર્યમાં સહાયક બનનાર બીજાપણ નામી-અનામી પુણ્યાત્માઓને સાધુવાદ...
ઉપકારી સ્મરણઃ.
જેઓશ્રીનું નામ સ્મરણ કરતાંની સાથે જ મોહના વાદળો વીખેરાઈ જાય છે તે સિધ્ધાન્ત મહોદધિ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા... જેઓશ્રીની દેશનામાં તાકાત હતી, ભારેમાં ભારે સંસારરાગીઓના રાગને હલાવી નાંખવાની/હલબલાવી નાંખવાની; તે વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા..
જેઓશ્રીના જીવનમાં મોહનો આછો અણસાર પણ દેખવા નથી મળતો તે સિધ્ધાંતદીવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીમદ્વિજયજયઘોષ સૂરીશ્વરજી મહારાજા...
જેઓશ્રીની વૈરાગ્ય ભરપૂર દેશના અને વૈરાગ્ય સભર ચાંરિત્રજીવને મારો સંસારનો મોહ ઘટાડી મને ચારિત્રના માર્ગે વાળ્યો તે વૈરાગ્યદેશનાદક્ષ પ્રગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા રત્નત્રયી આરાધક પૂજ્યપાદ ગુરુદેવશ્રી અક્ષયબોધિવિજયજી મહારાજાના
ચરણકમળમાં અનંત અનંત વંદના.
પ્રાન્ત, પ્રસ્તુત ગ્રંથના સંશોધન-સંપાદનમાં અમારી બેદરકારીને લીધે ગ્રંથકારના આયવિરુદ્ધ કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય તેની હાર્દિક ક્ષમા યાચીએ છીએ. તેમ જ આ ગ્રંથના અધ્યયન દ્વારા મારા તથા સહુના હૃદયમાં જામેલ મોહના અંધકારનું ઉન્મૂલન થાય એવી શુભેચ્છા.
·
• જેઠ સુદ ત્રીજ, ૨૦૫૧, ઉશમાનપુરા-અમદાવાદ.