Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ દુઃખી હોય. અને જે અત્યંત તુચ્છવૃત્તિ-વિચારવાળો હોય એવા પ્રતિવાદીની સાથે છલ, જાતિ વગેરે નિગ્રહસ્થાનોની પ્રધાનતાવાળો વાદ તેનું નામ વિવાદ છે. આવા વાદમાં વાદીને ન્યાય-નીતિપૂર્વકનો વિજય મળવો મુશ્કેલ બની જાય છે. કદાચ મળી જાય તો પ્રતિવાદીની આજીવિકા તૂટતા તેને ઉભા થતા અંતરાયમાં નિમિત્ત બનવારૂપ દોષ લાગે છે; જે વાદીના પારલૌકિક સુખનો વિનાશ કરે છે. (૩) ધર્મવાદ : ધર્મવાદ એટલે ધર્મપ્રધાનવાદ. જે પરલોકદ્રષ્ટા હોય, મધ્યસ્થ હોય, બુધ્ધિમાન હોય અને પોતાના શાસ્ત્રનો જાણકાર હોય તેવાની સાથે કરાતો વાદ તે ધર્મવાદ છે. આ વાદમાં જે વાદીને વિજય મળે તો પરાજિતપ્રતિવાદી મધ્યસ્થભાવાદિને કારણે સ્વમાન્યતા ત્યજીને સુંદર એવા શુધ્ધધર્મનો સ્વીકાર કરી લે અને જો પ્રતિવાદીનો વિજય થાય તો વાદીના મોહનો એટલે કે અતત્વમાં જે તત્ત્વનો અધ્યવસાય રૂપ બોધ હતો તેનો નાશ થાય. १. शुष्कवादो विवादश्व धर्मवादस्तथाऽपरः । इत्येष त्रिविधो वादः कीर्तितः परमर्षिभिः ॥ १ ॥ अत्यन्तमानिन्ना सार्धं क्रूरचित्तेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः ॥२॥ विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाऽप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥३॥ लब्धिख्यात्यर्थिना तु स्याद्दुः स्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥ ४ ॥ विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषोऽदृष्टविघातकृत् ॥५॥ परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः ॥६॥ विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात्तत्पराजयात् ॥७॥ देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यो विपश्चिता ॥८॥

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100