________________
આ અવતરણો અપ્રાપ્ય ગ્રંથના અવતરણો કહી શકાય.
(૩) ભુવનસુંદરી કથાનક', બૃહત્કલચૂર્ણી, મૂલશુધ્ધિપ્રકરણ (સ્થાનક)
પાઠભેદ સાથે ઉષ્કૃત થયેલી જોવા મળે છે ઃ
“તથા નામ:
-
૨૩
સજ્ઞનવધવવત્યેળ, છારૂં વાસ-પુ-વેનું ।
'अहिवासिज्ज तिन्नि वाराओ, सूरिणो सूरिमंतेण ॥"
(૪) આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત પ્રતિષ્ઠાકલ્પ વર્તમાનમાં પ્રાપ્ત નથી પરંતુ તેની એક ગાથા આ વાદસ્થાનકમાં મળે છે.
આ સિવાય બીજી પણ ‘તો ક્રુત્તે પત્તે...’આદિ બે તથા અદ્દિવાસળવેહાણ...’ આદિ ત્રણ ગાથાઓ પણ આ વાદસ્થાનકમાં જોવા મળે છે. વર્ણન્યાસ આદિ અંજનશલાકાને લગતી વાતો આ ગાથામાં જોવા મળતી હોવાથી આ ગાથાઓ પણ પૂર્વાચાર્યોંકૃત પ્રતિષ્ઠાકલ્પની હોવી જોઈએ એવું માનવા મન પ્રેરાય છે.
૧. પ્રસ્તુત વાદસ્થાનકમાં ભુવનસુંદરીકથાનો જે પાઠ છે તે સંસ્કૃતમાં આ મુજબ છે. ‘‘મુવનમુન્દ્રા વ
शक्रावतारे एकं बिम्बमाश्नित्यं शक्र चक्रवर्ति- वासुदेवादयश्चक्रिरे प्रतिष्ठाम् ।”
વર્તમાનમાં ભુવનસુંદરીકથાની પ્રાચીન સંસ્કૃતરચના પ્રાપ્ત થતી હોય તેવું જાણવામાં નથી, પરંન્તુ નાગેન્દ્રકુળના આચાર્યશ્રી વિજયસિંહસૂરિમહારાજે સં. ૯૭૫માં ભુવનસુન્દરીકથાની રચના કરી છે, અને તે પ્રાકૃતમાં ગાથાબધ્ધ છે. પૂ.પં.શ્રીશીલચંદ્ર-મહારાજ આ પ્રાકૃત કથાગ્રન્થ પર કામ કરી રહ્યા હોઈ અમે તેઓશ્રીને આ ભાવની ગાથા શોધી આપવા વિનંતિ કરી. તેઓશ્રી સંપૂર્ણ હસ્તપ્રતિ તપાસી ગયા. તેમાંથી એક પ્રસંગમાં નીચેની ગાથા મળી : “ एवंविहं कुमारो दूरं वियसंतनयणतामरसो । सक्कावयारनामं पेच्छइ जिणमंदिरं रम्मं ॥"
સાથે તેઓશ્રીએ જણાવ્યું કે ‘આમાં ચૈત્ય કોણે કરાવ્યું, પ્રતિષ્ઠા કોણે કરી, તેવી કોઈ વાત આખા ગ્રન્થમાં ધ્યાનથી તેયું પણ મળી નહિ.'
આથી વાદસ્થાનકનો પાઠ કયા ભુવનસુંદરીકથાગ્રંથના આધારે અપાયો છે તે મૂળ આધાર સ્થાન મળ્યા વગર કહેવું હાલમાં અશક્ય છે.
૨. વાદસ્થાનકમાં જ્યાં જ્યાં કલ્પનો ઉલ્લેખ કર્યો છે ત્યાં ત્યાં બૃહત્કલ્પશાસ્ત્ર સમજવાનું