________________
૨૧
ગ્રંથ નાનો અને આજદિન સુધી અપ્રગટ હોઈ મને એમાં રસ પડ્યો. બંને વાદસ્થાનકો ધ્યાનપૂર્વક વાંચી ગયો. નાનકડા ગ્રંથમાં પણ ઢગલાબંધ શાસ્ત્રોના ઉધ્ધરણો છે. તે શાસ્ત્રો પણ જે-તે નહિ પરંતુ આવશ્યક, બૃહત્કલ્પ, ઉપમિતિ, તિલકમંજરી જેવા વિરાટકાય દરીયા જેવા ગ્રંથો છે. આજના મુદ્રિત યુગમાં આ ગ્રંથોના ઉધ્ધરણો શોધતાં દમ નિકળી જાય છે તો પેરેગ્રાફ, અલ્પવિરામ, અર્ધવિરામ, પૂર્ણવિરામ વિનાના વિશાળકાય હસ્તલિખિત ગ્રંથોમાંથી ઉધ્ધરણો શોધતા કેટલો શ્રમ પડે તે સહેજે સમજાય તેમ છે. તેમજ આ ગ્રંથના પદાર્થો ગ્રંથકારને કેવા આત્મસાત્ હશે તે પણ સમજાય તેમ છે.
આ ગ્રંથ વાંચ્યા પછી ગ્રંથ અને ગ્રંથકાર બંને પ્રત્યે અહોભાવ વધી ગયો. બીજા બધા કામ બાજુ પર મૂકીને આ ગ્રંથના સંપાદનની તૈયારી ચાલુ કરી.
આ વાદસ્થાનકની ચર્ચાનો પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષ એકદમ સ્ફટ થાય તે માટે ગ્રંથમાં આપેલા ઉધ્ધરણોના મૂળસ્થાનો શોધીને તેની પ્રાચીનચૂર્ણ-વૃત્તિઆદિના સંદર્ભોને તે તે સ્થાને ટીપ્પણમાં આપવાનું નક્કી કર્યું.
આ અંગે પ્રયત્ન કરતાં ખ્યાલ આવ્યો કે આ વાદસ્થાનકમાં ચાર પ્રકારના અવતરણો છે. - (૧) નં ફંડવત્ત... જેવા અવતરણો એવા છે જેના મૂળસ્થાનો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેના મૂળસ્થાનો અમને પ્રાપ્ત થઈ શક્યા નથી, એટલે કે આ અવતરણો કયા ગ્રંથમાં છે તે અમે જાણી શક્યા નથી.
(૨) દમયંતી/કલ્યાણક પ્રકરણ/સ્તવન/પ્રતિકાકલ્પ આદિ ગ્રંથના નામ ૧. આ વાદસ્થાનકમાં ચાર પ્રતિકાકલ્પોનો ઉલ્લેખ છે.
(૧) શ્રીપાદલિપ્તસૂરિમહારાજકુત, * : (૨) વાચકમુખ્યશ્રી ઉમાસ્વાતિમહારાજકુત, ' (૩) આર્યસમુદ્રાચાર્યકુત,
(૪) આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કુત.
(૧) શ્રી પાદલિપ્તસૂરિમહારાજકૃત પ્રતિકાકલ્પ - જે વર્તમાનમાં પ્રાપ્ત છે અને તે નિર્વાણકલિકાના નામે ઓળખાય છે.
(૨) શ્રીઉમાસ્વાતિ મહારાજકુત પ્રતિષ્ઠાકલ્પ વર્તમાનમાં અપ્રાપ્ય છે. પ્રસ્તુત વાદસ્થાનકમાં - તેઓશ્રીએ રચેલ પ્રતિકાકલ્પગ્રંથનું એક પદ્ય “હAવોચ્ચેન...” નોંધાયું છે. આ તથા