________________
૧૯ રચના તેઓશ્રીએ આચાર્યશ્રી ચંદ્રપ્રભસૂરિએ કરેલી નવીન પ્રરૂપણાના ખંડનાર્થે -જ કરી છે.
આ વાદસ્થાનકમાં ચચયિલ વિષય અંગે અત્રે વધુ ન લખતા પૂ.પં.શ્રીજયસુંદર વિજયજી ગણિવરશ્રીની પ્રસ્તાવના જોવાની ભલામણ કરીએ છીએ.
હવે પ્રાપ્ત સાધનો દ્વારા આચાર્યદેવશ્રી અજિતદેવસૂરિમહાજાનું જીવન જાણીએ. તેઓશ્રી વીરપ્રભુની ચાલીશમી પાટે થયેલા પરમવિદ્વાન આચાર્યદેવશ્રી મુનિચન્દ્રસૂરિમહારાજના પટ્ટધર હતા તેમજ શ્રીવાદીદેવસૂરિમહારાજના ગુરુભાઈ હતા. -
ક્રિસધાન કાવ્યમાં પ્રસ્તુત ગ્રન્થકારની પ્રશસ્તિ કરતાં કવિએ લખ્યું છે : ‘તેઓશ્રી એ દર્શનોના ન્યાયગ્રન્થોના પારગામી હતા. સંસ્કૃતમાં ગદ્ય-પદ્ય રીતે શીઘ્રતાથી બોલી શકતા હતા. તર્કના સાગર હતા. આથી વાદીઓ તેમનાથી હાર પામી દૂર દૂર ચાલ્યા જતા હતા.
કલિકાલ સર્વજ્ઞ આચાર્યવિશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ, આગમગ્રન્થ ટીકાકાર આચાર્યદિવઠ્ઠી મલયગિરિસૂરિ મહારાજ આદિ અનેક આચાર્યભગવંતો તેઓશ્રીના સમકાલીન હતાં. આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિ તેઓશ્રીના મુખ્ય શિષ્ય હતા. તેઓશ્રી સૌરાષ્ટ્રમાં ઘણો કાળ વિચર્યા. વિ.સં. ૧૧૯૧ માં આચાર્યશ્રીએ જીરાપલ્લી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ત્યારથી જીરાવલા તીર્થ પ્રસિધ્ધિમાં આવ્યું અને તેનો મહિમા વધવા લાગ્યો. - વર્તમાનમાં તેઓશ્રીએ રચેલી બે રચના પ્રાપ્ત થાય છે.
(૧) મોહોબ્યુલન વાદસ્થાનક. (૨) “શ્વેતપટતા ક્રિયતે મયા’ વાક્યર્થવિચાર વાદસ્થાનક.
પ્રથમ વાદસ્થાનકની રચના વિ.સં. ૧૧૮૫ માં તાતક નામના શ્રાવકની વિનંતિથી સૌવર્ણિકા નગરીમાં થઈ છે. દ્વિતીય વાદસ્થાનક તુંકેશ્વર (તડકેશ્વર) નગરીમાં રચાયું છે. આ બંને વાદસ્થાનકો એકકક હોઈ બંનેનો અત્રે એકસાથે સમાવેશ કર્યો છે.
આ સિવાય તેઓશ્રીએ કયા ગ્રંથોની રચના કરી તે જાણવા નથી મળતું. - તેમજ તેઓશ્રીનો જન્મ ક્યાં થયો ? કઈ સાલમાં થયો ? માતા-પિતાનું નામ