________________
૨૦
શું હતું ? ચારિત્ર કઈ સાલમાં સ્વીકાર્યું ? શાસનપ્રભાવનાદિના કયા કયા કાર્યો કર્યા ? તેઓશ્રીનો શિષ્યપરિવાર કેટલો હતો ? સ્વર્ગવાસ ક્યાં પામ્યા ? ક્યારે પામ્યા ? વગેરે માહિતીઓના અભાવે વધુ લખી શકાય તેમ નથી. તે છતાં ભિન્નભિન્ન પટ્ટાવલી આદિ ગ્રન્થોમાં આચાર્યદેવશ્રીનો જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે તે સંદર્ભોને આ લેખને અંતે અમે ટાંક્યા છે.
હવે કરીએ આ ગ્રન્થની પ્રાપ્તિથી પૂર્ણાહૂતિ સુધીની વાતો. વિ.સં. ૨૦૪૭ ના તપસ્વીસમ્રાટ્ પૂ. આચાર્યદેવશ્રી હીમાંશુસૂરિમહારાજ, નમ્રતામૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્ન સૂરિમહારાજ, પરમગુરુદેવ પૂ. આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ આદિ ગુરુભગવંતોની શુભનિશ્રામાં અમારું ચાતુર્માસ અમદાવાદ-વાસણા. મુકામે હતું. ચાતુર્માસના અંતિમ દીવસો ચાલી રહ્યા હતા... અને હુબલીથી તર્કસમ્રાટ્ પૂ.પં.શ્રીજયસુંદરવિજયજી મહારાજે એક નાનકડું પાર્સલ મોકલ્યું, સાથે પત્ર હતો...
હુબલી વિદ ૧૧
‘લિ. જયસુંદર વિજય તરફથી વિનયાદિગુણોપેત મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી યોગ્ય અનુવન્દનાસુખશાતામાં હશો.
દેવગુરુકૃપાથી સુખશાતામાં છીએ.
આ સાથે એક પ્રાચીન તાડપત્રીય પ્રતની ફોટોકોપી અને એની હસ્તલિખિત નકલ મોકલું છું. ઘણા સમયથી મારી પાસે એમને એમ અમુદ્રિત પડી છે. તેમાં ૧. મોહોન્મૂલન એ પ્રતિષ્ઠાસંબંધી રસપ્રદવાદસ્થલ છે.
૨. બીજો ‘શ્વેતપટતા’ શબ્દપ્રયોગમીમાંસાનો વાદ છે.
મને એમ થયું કે એ તમારી પાસે બરાબર સચવાશે અને મુદ્રિત પણ થઈ શકશે - એમ સમજીને તમારા ઉપર મોકલી છે. મળ્યાની પહોંચ લખશો.
કામકાજ જણાવશો.
તત્રસ્થ પૂજ્ય આચાર્યભગવંત આદિ સૌને વંદના સુખશાતાપૃચ્છા વિદિત
કરશો.
લિ. જયસુંદર વિ.ની અનુવન્દના.’