________________
૧૮
પ્રસ્તુત ગ્રંથ પણ આવો જ એક વાદ ગ્રંથ છે. આનું સંપૂર્ણનામ છે મોહોબ્યુલન વાદસ્થાનક. આ વાદસ્થાનકનો મુખ્ય વિષય છે યતિ(આચાર્ય) પ્રતિષ્ઠા સાવધ છે કે નિરવઘ ? આ વાદસ્થાનકના વિષયમાં ઊંડા ઉતરતા પહેલા આવા વાદસ્થાનકની રચના શા માટે કરવી પડી - એટલે કે આ વાદનું ઉદ્ગમબિંદુ આપણે જાણી લઈએ.
ત્રિપુટી મહારાજ લિખિત “જૈન પરંપરાને ઈતિહાસ - ભાગ બે માં પ્રક ૪૯૫ પર આ વાતનો ઉલ્લેખ આ મુજબ છે.
વડગચ્છના આ. સર્વદિવસૂરિની પાટે આઠ આચાર્યો થયા. તેમાં સૌથી મોટા આ.જયસિંહસૂરિ હતા. તેમની પાટે આ.ચંદ્રપ્રભસૂરિ થયા. તેઓ વિદ્વાન અને વાદી હતા. વડગચ્છમાં વડેરા હતા. તેમને વાદીભસૂરિનું બિરુદ હતું. તેમનાથી નાના આ. મુનિચંદ્રસૂરિ હતા. તેઓ પરમ શાંત, ત્યાગી અને લોકપ્રિય હતા. એમની લોકપ્રિયતાએ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું.
સં.૧૧૪૯ નું એ વર્ષ હતું. એક શ્રાવકે મોટા આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ આ.મુનિચન્દ્રસૂરિને આજ્ઞા આપો જેથી તેઓ ત્યાં આવીને મારું કાર્ય સિદ્ધ કરી આપે.”
આ. ચંદ્રપ્રભસૂરિને આ વિનંતિ પોતાના અપમાનસ્વરૂપ ભાસી. તેમને એમ લાગ્યું કે, આ શ્રાવક આ.મુનિચન્દ્રને લઈ જવા રાજી છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી જ અમારે આ.મુનિચંદ્રને પણ ત્યાં મોકલવા ન જોઈએ. આચાર્યશ્રીએ શ્રાવકને જવાબ આપ્યો કે, “મહાનભાવ ! પ્રતિષ્ઠા એ સાવધકિયા છે, તે શ્રાવકની ક્રિયા છે, સાધુની એ વિધિ નથી. માટે આ.મુનિચન્દ્ર ત્યાં નહીં આવે.'
આ.ચન્દ્રપ્રભે આ રીતે સાધુઓ પ્રતિષ્ઠા કરાવી ન શકે એવી નવી પ્રરૂપણા કરી. બીજા સુવિહિત આચાર્યોએ તેમની આ નવી પ્રરૂપણા સામે વિરોધ ઉઠાવ્યો, આથી આ. ચંદ્રપ્રભ સં. ૧૧૪૯ માં પોતાના પરંપરાગત ગચ્છથી જુદા પડ્યા. તેમણે સં. ૧૧૪૯ થી નવો ઉપૂનમિયાગચ્છ” ચલાવ્યો.”
પ્રસ્તુત વાદસ્થાનકમાં ઉપરોક્ત પ્રસંગનો કોઈ ઉલ્લેખ નથી. તે છતાં એટલું તો અવશ્ય કહી શકાય કે આ વાદસ્થાનકના રચયિતા પૂ. આચાર્યદેવશ્રી અજિતદેવસૂરિ મહારાજ પૂ. આચાર્યદેવશ્રી મુનિચન્દ્રસૂરિમહારાજના શિષ્ય હોઈ આ વાદસ્થાનકની