Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ ૧૭ મરાઠી ભાષામાં તો વાદ શબ્દ ઝઘડા અર્થમાં જ વપરાય છે. પણ આ ખોટી માન્યતા છે. જેમ બે કંદોઈ લડે તો જેનારાને મીઠાઈ મળે. તેમ બે વાદી (તત્વનિર્ણયચ્છ) સામસામે બેસીને ચર્ચા કરે તો શ્રોતાને બંને તરફથી નવા નવા શાસ્ત્રપાઠો, તથા તેના રહસ્યો જાણવા મળે, બુધ્ધિમાં કુશાગ્રતા આવે તથા પદાથોને ઝીણવટથી સમજવા માટેની સૂક્ષ્મક્ષિકા પ્રાપ્ત થાય. “વારે રાત્રે ના તત્તવોધઃ' જેવી સંસ્કૃત ઉક્તિ પણ આ જ વાત કરે છે. અહીં વાદ શબ્દથી ધર્મવાદ જ સમજવાનો છે. જે વાદમાં ધર્મતત્ત્વ ન હોય બલ્ક આગ્રહ, દુરાગ્રહ ને કદાગ્રહ હોય તે વાદ ધર્મવાદ ન બનતા વિવાદ-વિખવાદ-વિતંડાવાદ અને વિડંબનાવા બની જતા હોય છે. એક હિંદી કવિએ કહ્યું છે - “ વહું નહિ વિવા, વન ખાતા હૈ' | ટૂંકમાં ધર્મવાદ એ આદરણીય હોવાથી આચરણીય છે. - વીરપ્રભુના શાસનની અપેક્ષાએ વિચારીએ તો આજ સુધીમાં પચ્ચીસસોથી અધિક વર્ષના કાળમાં અનેકાનેક વાદો થયા છે. સહુથી પ્રથમ વાદ થયો - વૈશાખ સુદ અગ્યારશના મંગળદીવસે પ્રભુ મહાવીર અને અગ્યાર ગણધરો વચ્ચે. જે ગણધરવાદ તરીકે પ્રસિધ્ધ થયો. આજે પણ પર્યુષણના દિવસોમાં શ્રોતાઓ ગણધરવાદ સાંભળવા ઉત્સુક હોય છે. એ પછીના કાળમાં પણ બીજા અનેક વાદો થયા. જેના નામ છે એસ્પૃશતિવાદ, નિહ્નવવાદ, એકસમયજ્ઞાનદર્શનવાદ, યતિપ્રતિકાકારવાદ, વિધિપ્રબોધવાદ વગેરે. જેની વિસ્તૃત ચર્ચા વિશેષાવશ્યકભાષ્ય આદિ આગમગ્રંથો, સમ્મતિતર્ક, દ્વાદશાનિયચક, સ્યાદ્વાદરત્નાકર, શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ દાર્શનિકગ્રન્થો તેમજ ભિન્નભિન્ન વાદસ્થળો અને ભિન્નભિન્ન વાંદમાલાઓ આદિમાં જોવા મળે છે. : આવા વાદો ક્યારેક સ્વદર્શન-પરદર્શન વચ્ચે થયા છે, તો કયારેક એક ધર્મના બે સંપ્રદાય વચ્ચે - દા.ત. શ્વેતાંબર અને દિગંબર વચ્ચે થયા છે તો વળી ક્યારેક ગુરુ અને શિષ્ય વચ્ચે પણ થયા છે. આ વાદમાં વિજય પ્રાપ્ત કરનાર આચાયોં આદિને ક્યારેક રાજા વગેરે તરફથી ભિન્નભિન્ન બિરુદો પ્રાપ્ત થાય છે. પરમાત્મા મહાવીર પ્રભુની પરંપરામાં થઈ ગયેલા એવા કેટલાક આચાર્યભગવંતોના નામો મળે છે; જેમને વાદમાં વિજય મળતા ભિન્નભિન્ન બિરુદ પ્રાપ્ત થયા છે. જેમના શુભનામો છેઃ વાદવેતાલ શાંતિસૂરિ મહારાજ, વાદીદેવસૂરિમહારાજ, વાદકુંભકેશરી બપ્પભટ્ટી સૂરિ, વાદીચૂડામણિ ધર્મઘોષસૂરિ... વગેરે...

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100