________________
૧૪
સંપાદનની સાથે સાથે)
- મુનિ મહાબોધિ વિજય વત્ ધાતને ધમ્ પ્રત્યય લાગવાથી તૈયાર થયેલો વાદ શબ્દ આમ તો અનેક અર્થમાં વપરાય છે. ભગવદ્ગોમંડલકોશમાં વાદશબ્દને અલગ અલગ છે. અર્થમાં વાપર્યો છે. પ્રસ્તુતમાં આપણને વાદશબ્દ નીચેના અર્થમાં અભિપ્રેત છે.
એક જ તથ્ય કે વસ્તુવિશેના પ્રતિપાદનમાં જ્યારે બે મત પડે છે ત્યારે બે પક્ષ રચાય છે. એકપક્ષને પૂર્વપક્ષ કહેવાય, બીજા પક્ષને ઉત્તરપક્ષ. સામાન્યતઃ પૂર્વપક્ષ સિધ્ધાંત વિરુદ્ધમતવાદીનો હોય છે જ્યારે ઉત્તરપક્ષ સિધ્ધાંતસમ્મતવાદીનો હોય છે. પૂર્વપક્ષવાદી પોતાને માન્ય મતને પુષ્ટ કરતા પ્રમાણો શાસ્ત્રોવગેરેના હવાલા આપીને ઉત્તરપક્ષવાદીની સામે મૂકે છે, ઉત્તરપક્ષવાદી આ કહેવાતા : પ્રમાણોને વ્યવસ્થિત રીતે ચકાસીને તેનો વાસ્તવિક અર્થ ક્યારેક આગળપાછળના સંદભ વડે, તો ક્યારેક ઐદંપર્યાર્થિવડે પૂર્વપક્ષવાદીને સમજાવીને તેણે માનેલી માન્યતાનું ખંડન કરે છે. તથા સિધ્ધાન્તમાન્યમતના જેટલા પ્રમાણો ઉભયમાન્યશાસ્ત્રોમાંથી મળી આવે તેનું તેની સામે સ્થાપન કરે છે. આમ વાદી અને પ્રતિવાદીની સામસામે ચર્ચા એનું નામ વાદ.
સૂરિપુરંદર આચાર્યશ્રીહરિભદ્રસૂરિમહારાજે અકપ્રકરણમાં વાદ નામના બારમાં અષ્ટકમાં વાદના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
(૧) શુષ્કવાદ (૨) વિવાદ (૩) ધર્મવાદ.
(૧) શુષ્કવાદ : જે અત્યંત અભિમાની હોય, જે (રચિત્તવાળો હોય, જે ધર્મનો દ્વેષી હોય અને જે મોહથી મૂઢ હોય એવા આત્મા સાથે થતો વાદ તે શુષ્કવાદ. આવા આત્મા સાથે વાદ કરવામાં આપણને ગળું અને તાળવું સૂકવી નાંખવા સિવાય બીજો કોઈ લાભ થતો નથી. આવા વાદમાં મળતા જય-પરાજય પણ મૂલ્ય વિનાના છે. વાદીનો કદાય વિજય થાય તો તેના માથે ક્યારેક મોતનું જોખમ તોળાઈ શકે છે, અને પરાજય થાય તો તેમાં ધર્મની લઘુતા થાય છે. ટૂંકમાં શુષ્કવાદ બંને રીતે અનર્થને વધારનારો હોવાથી હેય છે.
(૨) વિવાદ : જે માનપાન અને અર્થકામનો લાલચુ હોય. જે અત્યંત