________________
૧૨
નિર્ણયને શાસ્ત્રવિરુદ્ધ ગણાવવો એ મતિમોહ ગણાય. પ્રવચનસારેદ્વાર પહેલા ભાગ (પૃ. ૩૩ નવી આવૃત્તિ)ની વ્યાખ્યામાં પણ સ્પષ્ટ જણાવ્યું છે કે અશઠ પાંચ ગીતાથની આચરણાને આચરવામાં સ્ટેજ પણ ભગવાનની આજ્ઞાનો ભંગ નથી. (વાડરાવપતાર્યાન્તિ પુર્વતાં મહાજ્ઞામનગર રચન) અહીં એક વધુ
સ્પષ્ટતા યં સમજાય તેમ છે કે આ પાંચ ગીતાર્થ જુદા જુદા સમુદાયના હોય તે ઉચિત ગણાય. કેમ કે એક સમુદાયના પાંચ ગીતાથમાં એક નેતા હોય, તેનું વર્ચસ્વ હોય ત્યારે બીજા ચાર એમની વાતોમાં મન વગર પણ સંયોગો મુજબ સમ્મતિ દર્શાવી દે એવું બની શકે.
કોઈ એમ કહી શકે છે કે ગીતાથની આચરણા પણ ગીતાર્થ અવારિત હોય તો જ પ્રમાણ ગણાય - આ વાત પણ યોગ્ય છે. વિચારવાનું એ કે - શું. એક બે કે ત્રણ ચાર ગીતાર્થ નિષેધ કરે એટલા માત્રથી એ અપ્રમાણ બની જાય ખરી ? ગ્રન્થકારે આ પ્રશ્નનો સારો જવાબ આપ્યો છે કે એક, બે કે ત્રણ . વગેરે ગીતાથ નિષેધ (વિરોધ) કરે એટલા માત્રથી આચરણાના પ્રામાણ્યમાં કોઈ ક્ષતિ આવતી નથી. અન્યથા માલારોપણ વગેરેમાં પણ એક, બે કે ત્રણ વગેરે નિષેધ (વિરોધ) કરનારા વિદ્યમાન છે, તો માલારોપણાદિ પણ છોડી દેવાની સ્થિતિ આવી પડશે. - પુ. ૧૬ માં પ્રાચીન ૩ ગાથાના આધારે પ્રતિકાસમયે વેદિકામાં અને વેદિકા બહાર આવેલા દ્રવ્યની, ભગવાન, આચાર્ય અને શિલ્પીને થતી વહેંચણી જાણવા. યોગ્ય છે. સામાન્ય રીતે પ્રતિષ્ઠાકારક કોણ કહેવાય તેની સ્પષ્ટતા કરતાં પૃ. ૨૦ માં જણાવ્યું છે કે સૌ પ્રથમ સૂત્રધાર (શિલ્પી) તે પછી શ્રાવકો, તે પછી શ્રાવિકાઓ, તે પછી આચાર્ય, તે પછી સાધુ અને સાધ્વી - આ રીતે કમ દર્શાવ્યો છે તે લક્ષમાં લેવા યોગ્ય છે.
(દ્વિતીય વાદગ્રસ્થાન9) વિનોદપૂર્ણ ચર્ચારૂપે અહીં આ જ ગ્રન્થકારે બીજા એક વાદસ્થાનકનું નિર્માણ કર્યું છે, જેમાં “શ્વેતપતા કિયતે મયા’ મારા વડે શ્વેતપટતા કરાય છે - આ વાકય પ્રયોગમાં “શ્વેતપતા' શબ્દપ્રયોગને ખોટો ઠરાવવામાં આવ્યો છે. શ્વેતપટ એ કયો સમાસ છે એની સમીક્ષા ૯ વિકલ્પોથી કરાઈ છે. એ નવ વિકલ્પોમાં