Book Title: Mohonmulanvadsthanakam
Author(s): Jaysundarvijay, Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 12
________________ ૧૧. પાંચમાં મહાવ્રતના વિચારમાં ગ્રન્થકારે વેદિકાઢૌકિત બીજોરાફળ વગેરે આચાર્યનું આભાવ્ય દ્રવ્ય, દુર્ભિક્ષાદિ કાળમાં આચાર્યાદિગ્રહણ કરે તો તેને દેવદ્રવ્યભોગનો દોષ લાગે કે નહીં તે બાબત ઉપર પરામર્શ કરતા જણાવ્યું છે કે તે અવસરે હજુ પ્રતિમામાં પ્રતિષ્ઠા થઈ ન હોવાથી, તેમાં દેવત્વ ન હોવાથી દેવદ્રવ્ય પરિભોગના દોષને અવકાશ નથી. આવી જે હકીકત જણાવી છે તે વર્તમાન સંદર્ભમાં માર્ગદર્શક બને તેવી છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રતિકાકારક સુવિહિત આચાર્યો દેવદ્રવ્યભોગના પાપથી ઘણા જ ડરતા રહેતા હતા. સાધુઓને દ્રવ્યસ્તવનો અધિકાર નથી એ વાત શાસ્ત્રસિદ્ધ - સર્વમાન્ય છે - છતાં પ્રતિષ્ઠામાં સાધુઓ દ્વારા જે કાંઈ આંશિક દ્રવ્યસ્તવ થાય છે તે કઈ રીતે, તેનો પણ આચાર્યએ બરાબર જવાબ આપ્યો છે. ગ્રન્થકારે ઉત્તરપક્ષની પુષ્ટિમાં, શ્રીમાલ, માલવા, મારવાડ, મેવાડ, કર્ણાટક, લાટ વગેરે અનેક સ્થળોએ પ્રાચીન આચાયોએ કરેલી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો છે. તથા ભિન્નમાલ, સાંચોર વગેરેમાં વર્ષ સંખ્યાના ઉલ્લેખ સાથે પ્રાચીન આચાર્યોના પ્રતિષ્ઠા લેખોનો પણ સામાન્ય નિર્દેશ કર્યો છે. ખાસ કરીને કાશહદનગરમાં શ્રી કાલિકાચાર્યના નામવાળા પ્રતિષ્ઠાલેખ અને સોપારાનગરમાં શ્રી વજસ્વામિ શિષ્ય (વનસેનસૂરિ) ને નામવાળા પ્રતિષ્ઠા લેખનો નામનિર્દેશ ઐતિહાસિક દષ્ટિએ રસપ્રદ છે. • અને ગ્રન્થકાર આચાર્ય ભગવંતે બિમ્બપ્રતિષ્ઠા આચાર્યએ જ કરવી જોઈએ એ પ્રતિજ્ઞા સાથે વિસ્તૃત અનુમાન પ્રયોગનો ઉપન્યાસ કરીને એનું સમર્થન કર્યું છે. - આ ગ્રન્થકારે ગ્રન્યપ્રારંભમાં એક ખેદભર્યું નિવેદન કર્યું છે કે આચાર્યકર્તક પ્રતિમાપ્રતિષ્ઠા પાંચ વડિલ (ગીતાર્થ) પુરુષો (આચાય)ને સમ્મત હોવા છતાં કેટલાક લોકો તે સ્વીકારતા નથી. પાંચગીતાથોને સમ્મત તથ્ય ન સ્વીકારનારનો - પરિચય ગ્રન્થકારે એ રીતે આપ્યો છે કે તેઓનો વિવેક મોહથી નષ્ટ થયો છે અને તેઓનો વચનપ્રપંચ વિસંગતિપૂર્ણ છે. વર્તમાનકાળમાં ગ્રન્થકારનું આ માર્ગદર્શન અત્યન્ત ઉપયોગી છે. જે બાબતમાં પાંચ સંવિગ્ન ગીતાર્થ આચાર્યો કે આચાર્ય સમાન મુનિઓ) હૃદયથી સમ્મત હોય તે બાબત વિવાદ કરવો ન જોઈએ. કદાચ પોતાને એ બાબત સમ્મત ન હોય તો પણ વિરોધ તો ન જ કરવો જોઈએ " કેમ કે સંવિગ્ન ગીતાર્થ અને એ પણ એક-બે નહીં પણ પાંચ પાંચ, એમના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100