________________
જાપ કરી રહ્યા પછી વિચારવું કે હું કોણ છું? મારુ કર્તવ્ય શું છે? મારે ધર્મ શું છે ? મારું કર્તવ્ય બનાવ્યું છે કે નહીં ? મારામાં શું શું દુર્ગણે છે? તેને દૂર કરવા શા શા ઉપાય કરવા જોઈએ? તે ઉપાય શોધીને હું તે દોષોને અવશ્ય દૂર કરીશ જ એ દઢ સંકલ્પ કરવો.
મેં મારા જીવનમાં સત્કર્મો કર્યા છે કે નહિ? ન કર્યા હોય તે જીવનપાથેય આજે જ કરવા તત્પર થા ! મપુરષોના જીવનને પણ વિચાર કરી તેમાંથી પિતાને યોગ્ય એવા સદગુણોને આદર્શ જીવન સન્મુખ રાખી તેવું જીવન બનાવવાનો પ્રયત્ન કરવાનો સંકલ્પ કરવો. આપણામાં જે દુર્ગુણ હોય તેને દૂર કરવા ધીમે, ધીમે અભ્યાસ કરો. જેમ કે કઈમાં ક્રોધ રૂપી દુર્ગુણ છે, તે તેણે તેના માટે હંમેશા એક કલાક ક્રોધ ન કરવાનો નિયમ કર. થોડા દિવસ પછી એક પહેર સુધીને નિયમ કરે. પછી દિવસને, પછી પંદર દિવસને, પછી એક માસને, એમ વધતા, વધતા જીવન સુધીને ત્યાગ કરવો, અને જીવન દોષ રહિત બનાવવું. બધી કરામત અભ્યાસ પર આધારિત છે. ૪
જેવી રીતે દુર્ગુણે માટે ક્રમિક અભ્યાસ કર્યો હોય તેવી જ રીતે સદ્ગણોને વધારવા માટે પણ તે જ પ્રમાણે અભ્યાસ કરવો. ધીમે, ધીમે અભ્યાસ કરતા સદ્દગુણમય જીવન બનશે, અને દોષ સદાને માટે ચાલ્યા જશે. દુર્ગુણને ત્યાગ ન કરી શકાય તો પણ સગુણોને નિત્ય નિયમપૂર્વક વધારો કરતા રહેવાથી એકંદરે પરિણામ એ આવશે કે સગુણના ધક્કાથી દુર્ગુણેને પાછા હઠવું જ પડશે. અને તેની જગ્યાએ સગુણે ગોઠવાઈ જશે. આમ આ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થવામાં મૂળ કારણ વિચારશક્તિ જ છે. વિચારશક્તિની મદદ કે તેના રહસ્યજ્ઞાનના અભાવે ધસંજ્ઞાએ ધાર્મિક અનુષ્ઠાન કરવાથી