________________
૧૩
ત્રીજા પ્રકારને જા૫ હરદમ મનોમન જપ કરે તે.
શરૂઆતમાં અમુક સંખ્યાને જાપ કરવો તે નિયમ રાખ. જરૂરી છે. તેથી મન નિયમમાં રહે છે. અને આળસ-પ્રમાદ દૂર થાય. છે. બધા પ્રકારના જપથી લાભ થાય છે.
નવપદમાં અરિહંતપ્રભુ અને સિદ્ધ પ્રભુ એ બે દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ છે અને એ પાંચ ધર્મ છે. અને જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ એ ચાર ધર્મ છે. એમ આ જાપમાં દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર કરવામાં આવે છે. એટલે જે સ્થિતિને આપણે પ્રાપ્ત કરવી છે તેના નામનું સ્મરણ, જાપ કરવાનું છે, કારણ કે માનસશાસ્ત્રને અટલ સિદ્ધાંત છે કે જે જેવા ભાવે જેનું જે ચિંતન કરે તેવો તે થાય છે. નવપદને બદલે નમસ્કારમંત્રનો જપ કરે તે પણ કરી શકાય અને પિતાના ઈષ્ટદેવને જાપ પણ કરી શકાય. પરંતુ જાપમાં ખાસ લક્ષ તે એ રાખવાનું છે કે એકાગ્રતા થવી જોઈએ. જેટલી સ્થિરતા તેટલા કર્મમળ દૂર થાય છે. અને જે ઈષ્ટસિદ્ધિ માટે જપ કર્યો હોય તે તેની સિદ્ધિ પણ એકાગ્રતા પર અવ. લંબિત છે. જે ધ્યેયને અનુલક્ષી જપ કરવામાં આવે છે તેની સિદ્ધિ થાય છે. પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું કે દુન્યવી સુખે ક્ષણભંગુર છે, નાશવંત છે અને આત્મિક સુખ શાશ્વત છે. તે પરમાત્માને અમૂલ્ય જાપ ક્ષણિક વસ્તુની પ્રાપ્તિ માટે ન કરતા આત્મિક સુખ માટે કરે તે જ શ્રેયસ્કર છે.
' બીજુ એ પણ જાણવાનું છે કે સંસારિક પદાર્થ માટે કરેલ જાપ પણ ફળદાતા તો બને છે પણ સાથે, સાથે સંસારવૃદ્ધિનું પણ કારણ બને છે. તેથી વિવેકવંતનું કર્તવ્ય છે કે પ્રભુનું સ્મરણ પ્રભુ પ્રાપ્ત કરવા અર્થે જ કરવું. વિશેષ શું ?