________________
૧૧
જ કહેવામાં આવ્યું છે કે વસ્ત્ર શુદ્ધ પહેરવાં અને પવિત્ર જગ્યામાં ધાર્મિક ક્રિયાઓ અને પરમાત્માનું સ્મરણ કરવું, નમસ્કારમંત્રને જાપ કરે.
ઉપર કહેલા સાધનની સગવડતા ન હોય તે અપવિત્ર હોય કે પવિત્ર હોય, નીરોગી હોય કે રેગી હોય, પંચ નમસ્કારમંત્રનું ધ્યાન, સ્મરણ, જપ કરવાથી સર્વ પાપથી મુક્ત થવાય છે. પ્રભુના નામસ્મરણથી પાપનો નાશ થાય છે, વિશેષ એ છે કે અપવિત્ર વસ્ત્ર કે શરીરવાળાએ તે જપ હઠ ન ચાલે તેમ મનમાં કર."
ઉત્તમ પ્રકારને જાપ જપના ત્રણ પ્રકાર છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ, જર્ધન્ય. પવાની વિધિથી જાપ કરવામાં આવે તે ઉત્કૃષ્ટ જાપ કહેવાય છે કેમ કે તેમાં ચિત્તની એકાગ્રતા થાય છે, મન સ્થિર થાય છે અને વ્યર્થના વિચારો રેકાઈ જાય છે, તેથી લાભ વધારે મળે છે.
તે જાપની વિધિ નીચે પ્રમાણે છે :
પદ્માસન પર બેસીને મેરુ દંડને સીધે રાખે, મસ્તક પણ સીધું જ રાખો અને નેત્રને બંધ કરીને તમારા હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતો અને તેની અંદરના ભાગમાં જેમ સિદ્ધ ચક્રમાં છે તેમ નવ પદોનું સ્થાપન કરે એટલે વચમાં અરિહંત, ઉપર સિદ્ધ પ્રભુ, બાજુમાં આચાર્ય, નીચે ઉપાધ્યાય, બીજી બાજુએ સાધુ અને ચારે ખૂણામાં અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર પદ મૂકે. આમ કરવાથી ક૯૫નામય સિદ્ધચક્રના મંડળ જેવું મંડળ થશે. હવે તે નવ પદને જાપ એક એક પદ પર મનને સ્થિર કરીને ચાલુ કરે.
નમે અરિહંતાણંઆ પદને હૃદયની વચમાં રહેલ આઠ પાંખડીના કમળની વચમાં રહેલ અરિહંત ભગવાનના અક્ષરોની જે