________________
વખતે જે સ્વર ચાલતા હોય, તે વખતે તે બાજુના પગ આગળ ધરી, પછી ખીન્ને પગ ઉપાડીને ચાલવાથી કદાચ તે કામ સિદ્ધ ન થાય, તે પણ નુકશાન થતુ નથી. ણે ભાગે તે! તેમ વર્તવાથી ઈષ્ટ કાર્યોની સિદ્ધિ જ થાય છે.
જ્યારે સૂવા ટાઈમ થાય ત્યારે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને પવિત્ર સ્થળે બેસીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું અથવા પેાતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવું.
સ્થળ અને વો શા માટે પવિત્ર રાખવાં? આપણે જે શુભાશુભ વિચાર કરીએ છીએ, તથા સાંસારિક ક્રિયાએ કરીએ છીએ, તેની આપણા પહેરેલાં વસ્ત્રો પર પણ ઘેાડી ઘણી અસર થાય છે. તેના મિલન પરમાણુએ તે વસ્ત્રોમાં પરિણમી જાય છે, તેમાં ભરાઈ જાય છે. તે વિચારાવાળા મનના કે શરીર દ્વારા કરાયેલી ક્રિયાનાં પરમાણુએ તે સ્થળમાં કે રૂમમાં ભરાઈ રહે છે. તેથી તે પ્રદેશનું વાતાવરણ તે પરમાણુવાળુ થઈ જાય છે. અને તે સ્થળમાં આવનાર માણસના મન ઉપર થાડી અગર વધારે અસર કરે છે. તેવા મલિન વિચારાથી વાસિત થયેલી જગ્યામાં એસી ધાર્મિક ક્રિયા કરનારના વિચારામાં સારા સુધારા થતા નથી, મન સ્થિર થતુ' નથી, અને ભટકવા કરે છે. પેાતાના અપવિત્ર વિચાર વાળા મનનું આ અપવિત્ર સ્થળ પણ એક કારણ છે. તેથી મન પવિત્ર રહેતું નથી.
આપણા અનુભવની વાત છે કે એક સ્થળે કજિયા કે મારામારી થતી હાય ત્યાં ઊભા રહેનારાના મન ઉપર તેની અસર થયા વિના રહેતી નથી. કદાચ તમે કેઈ શાંત અને આત્મરમણતા કરનાર અને કરુણાની મૂર્તિ સમાન કોઈ મહાત્માના સમાગમમાં આવશે તે! ત્યાંના પવિત્ર વાતાવરણના કારણથી તમારા વિચાર। ઉન્નત થઈ જશે. વિવિધ પ્રકારની શુભ ભાવનાએ તમારા મનમાં સ્ફુરવા માંડશે. માટે