________________
તેમના લોકોત્તર પ્રભાવની ઊંડી છાપ શ્રીજિચંદ્રસૂરિજીના જીવનમાં અંકિત જોવાય છે. મણિધારીજીનું વ્યકિતત્વ મહાન અને અસાધારણ કટિનું હતું. આ લઘુ પુસ્તિકામાં અમે એમને સંક્ષિપ્ત જીવન પરિચય આપવાને નમ્ર પ્રયાસ કરીએ છીએ. જન્મઃ
રાજસ્થાનમાં જેસલમેરની બાજુમાં વિક્રમપુર નામે નગર છે. ત્યાં સાહ રાસલ નામે એક પુણ્યવાન શ્રેષ્ઠિ રહેતા હતા. તેમને દેહણદેવી નામની સુશીલા ધર્મપત્ની હતી. આ દંપતીને ઘેર સંવત ૧૧૭ના ભાદ્રપદ સુદિ ૮ ને દિવસે જયેષ્ઠા નક્ષત્રમાં આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને જન્મ થયે હતો. જન્મથી જ તેઓ સુંદર, સુડોળ ને લાવણ્યમય સ્વરૂપનાં હતાં.
આ સ્થળ (હિકરણ) ફલેદીથી ૪૦ માઈલ પર આજેય આજ નામથી પ્રસિદ્ધ છે. જો કે આજે ત્યાં જેનેની વસ્તી કે જૈન મંદિર વિદ્યમાન નથી. છતાં જૂના વંસાવશે તે હજૂય મળી રહે છે. અત્રેના મંદિરની મૂર્તિઓ જેસલમેરના મંદિરમાં બિરાજમાન કરેલ છે. કેટલાએક લોકે બીકાનેર કે જેનું નામ પણ ગ્રંથોમાં વિક્રમપુર મળે છે, નામની સામ્યતાના અંગે ભ્રાંતિથી આક્ષેપ કરે છે કે તે સમયે બીકાનેર વયે જ છે, પરંતુ વાસ્તવિક રીતે તે અજ્ઞાનનું પ્રભાવ છે. સં. ૧૨૯૫માં સુમતિગણિત ગણધર સાર્ધશતક બ્રહદ્રવૃત્તિ અનુસાર શ્રીજિનદત્તસૂરિજીએ અહીંના વીરજીનેધરની પ્રતિષ્ઠા કરી હતી; ભૂત-પ્રેતને હઠાવ્યા હતા. ખરતર ગચ્છપાવલી સંગ્રહમાં પ્રકાશિત “સૂરિ પરંપરા પ્રશસ્તિ'ના કથનાનુસાર મહામારી ઉપદ્રવને ઉપશમાવી મહેશ્વરીનુયાયી લેકેને જૈન ધર્મને પ્રતિબંધ અર્પી જૈન બનાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com