________________
૧૭
ભારે અકળામણ અને મનામંથન બાદ પણ પેાતાને તેના કાઇ ઉકેલ મળતા નહેાતા. પ્રાતઃકાળથી જ આજે નગર આખુય પ્રવૃત્તિનું મહાધામ બની રહ્યું હતું. કોઇ અગમ્ય આનંદ અને અદૃશ્ય ઉત્સાહનું વ.તાવરણ સારાયે શહેરમાં પ્રવર્તી રહ્યું હતું, ને લેાકેાનાં ટોળેટોળાં ઠાઠમાઠ ને શાનદાર ભભકામાં શહેર બહાર જઇ રહ્યા હતા. કાઇ ચાલીને જતા હતાં, તો કોઈ અશ્વારૂઢ થઈને જતા હતા, પરંતુ એક વાત સામાન્ય હતી કે આાખાલવૃદ્ધ સૌ ઉત્તમોત્તમ આભૂષણું: વડે અંકિત થઇ ૉમજ સુંદર વેષભૂષા પરિધાન કરી સપરિવાર અસાધારણ ઉમળકાભેર નગર બહાર સવેગે જઇ રહ્યાં હતાં. મહારાજા મદનપાલની મુંઝવણુ અકથ્ય હતી. તેમણે તાબડતાબ પોતાના પ્રધાન મંત્રીઓને પૂછી મગાવ્યુ” કે નગરના આગેવાન આજે આમ શહેર બહાર જઇ રહ્યા છે તેનુ શુ કારણ છે અધિકારી તરફથી ઉત્તર મળ્યા કે મહારાજ ! આજે આ નગર વાસીઓના એક અત્યંત સમથ અને સુંદર આકૃતિવાળા ગુરૂ મહારાજ માપા શહેર સમીપ આવી પહોંચ્યા છે; આ તમામ શહેરીજના પ્રેમનું ભકિત અને ભાવભીનું સ્વાગત કરવા જઇ રહ્યા છે. આથી તો ઉલટુ મહારાજની ઉત્કંઠામાં અધિક પ્રાબલ્ય થયું, ને આવા મહાન આચાર્યના દર્શન કરવાની પોતાને ઉત્કટ ઇચ્છા જાગી. એજ ઘડીએ તેમણે નિર્ણય કરી નાંખ્યા ને રાજકર્મચારિયાને પોતાના દૃઘાડે સજાવવાના તેમજ તમામ રાજકીય પુરૂષોને પણ પોતાની સાથે તૈયાર થઇ આવવાના આદેશ આપી દીધા.
રાજાના થઇ પછી પૂછવાનું જ શું હોય ? હજારોની સંખ્યામાં રાસુભટો અશ્વારૂઢ થઇ નૃપતિની પાછળ પાછળ સૂરિજીનાં દર્દીને નિકળ્યા, ને મહારાજા મદનપાલ હી શ્રાવક લેાકેા પહોંચે તે પહેલાંજ સસૈન્ય સૂરિજી સન્મુખ જઇ પહેચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com