Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 49
________________ રાખજો, કે જેથી આ મણિ દેહમાંથી નીકળી સી એ પાત્રમાં પડે, પરંતુ શ્રાવક લોકો ગુરુવિરહ વ્યાકુળતામાં આ બધું વીસરી ગયા, ને ભવિતવ્યતા અનુસાર તે મણિ એક થેગીના હાથ લાગ્યા. શ્રીજિનપતિસૂરિજીએ આ ગીની સ્થભિત પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી એની પાસેથી મણિ પુન: મેળવી લીધેલ. મણિધારી શ્રીજિનચંદ્રસૂરિજી મહાપ્રતિભાશાળી હવાને કારણે ખરતર ગચ્છના પ્રત્યેક ચોથા પટ્ટધરનું આજ અભિધાન રાખવાની પ્રથા પડી છે, એ ઉલ્લેખ પણ પટ્ટાવલિયોમાં છે. સં. ૧૨૪માં અંચલગચ્છના આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિ વિરચિત શતપદી ગ્રન્થના ભાષાંતર પૃષ્ટ ૧૫ર માં “શ્રીજિનચંદ્રસૂરિજીની આચરણાઓ” રૂપે ત્રણ વાર લખેલી છે, તે આ પ્રમાણે છે – - ૧ એક પટ્ટમાં નવગ્રહ, ૫ લોકપાલ, યક્ષ, યક્ષિણી, ક્ષેત્રદેવતા, ચિત્યદેવતા, શાસનદેવતા, સાધર્મિક દેવતા, ભદ્રક દેવતા, આગતુક દેવતા તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રના દેવતા એમ ર૫ દેવતાની કુલકુટિ ઉભી કરી. ૨ જિનદત્તસૂરિ ચૈત્યમાં નાની કે વૃદ્ધ વેશ્યાને નચાવવું ઠેરાવી. યુવાન વેશ્યા તથા ગાનારી સ્ત્રીઓને નિષેધ કર્યો, પણ જિનચંદ્રસૂરિએ બધીજ વેશ્યાને નિષેધ કર્યો. ૩ જિનદત્તસૂરિએ શ્રાવિકાને મૂલ પ્રતિમાને અડકવું નિયું છે, પણ જિનચંદ્રસૂરિએ એમ કહેરાવ્યું કે શ્રાવિક એ સર્વથા શુચિ નહીં જ હોય માટે તેમણે કઈપણ પ્રતિમાને નહીં અડકવું. ખરતરગચ્છીય ગ્રંથમાં આ આચરણ સંબંધી કઈ ઉલ્લેખ છે કે કેમ તે અમે જાણતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88