________________
સં. ૧૩૭૯માં ઠફકુર * આશપાલના પુત્ર જગસિંહે શ્રીજિનકુશલસૂરિજી આદિસંઘની સાથે આરાસણ, તારંગા આદિ તીર્થોની યાત્રા કરી હતી. સં. ૧૭૮૦માં સંઘપતિ રયપતિના સંઘમાં મંત્રીદલીય શેઠ યવનપાલ પણ મુખ્ય શ્રાવકેમાંના એક હતા. સંવત ૧૩૮૧માં શ્રીજિનકુશલસૂરિજી સંઘની સાથે ધંધુકા નગર પધાર્યા, એ સમયે ઠકુર ઉદયક સંઘવાત્સલ્ય આદિ કાર્યો દ્વારા જૈનધર્મની પ્રભાવના સારી રીતે કરેલી. સં. ૧૩૮૩ શ્રીજિનકુશલસૂરિજી જાલોર પધાર્યા ત્યારે મન્વિદલીય શેઠ ભેજરાજના પુત્ર મ. સલફખણસિંહ આદિએ ફાગણવદીથી લાગલગા ૧૫ દિવસ સુધી પૂજ્યશ્રીની પાસે પ્રતિષ્ઠા, વ્રતગ્રહણ, ઉદ્યાપન આદિ વિરાટ નન્દિમહોત્સવે મેટા સમારેહ સાથે કરાવ્યા. સં. ૧૩૮૩ ફાગણ વદી ને દિને રાજગૃહના “વૈભારગિરિ” નામક પર્વતના શિખર પર ઠક્કુર પ્રતાપસિંહના વંશજ અચલસિંહે ચતુર્વિશતિજિનાલય નિર્માણ કરાવ્યું હતું, એના મૂલનાયક ગ્ય શ્રી મહાવીર સ્વામી અને અન્ય તીર્થકરોની પાષાણ તેમજ ધાતુનિર્મિત બિઓની પ્રતિષ્ઠા શ્રીજિકુશલસૂરિજીના કરકમલેદ્વારા થઈ હતી. ૪
* આ જાતિવાલાઓનું “ફકુર' વિશેષણ એમની મહત્તા દર્શાવે છે.
સં. ૧૪૧રમાં ઉત્કીર્ણ રાજગૃહ પાર્શ્વજિનાલયપ્રશસ્તિમાં શ્રીનિકુશલસૂરિજદ્વારા વિપુલગિરિ પર ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ છે. આ પ્રશસ્તિ અત્યંત મહત્ત્વની છે, અને તેને અનુવાદ શ્રીજિનવિજ્યજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહમાં પ્રકટ થએલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com