________________
(૧૯) જેઓ દર્શનાંતરીયાદિ હસ્તી પરાસ્ત કરવામાં સિંહસમાં હોય છે તે આચાર્યો પ્રવચનના સ્વામી હોય છે, એમ જાણી પ્રવચનની પ્રભાવનાના હેતુથી એમની પાદ-પૂજા પધરામણ વિસ્તારપૂર્વક કરવી.
वसहठाणीया जे उ, सामन्नेणं तु कीरई तेसिं । जंबुठाणियाणं तु, जुत्तो संखेवओ सो वि ॥ २० ॥ (वृषभस्थानीया ये तु, सामान्येन तु क्रियते तेषाम् । जम्बुकस्थानीयानां तु, युक्तः संक्षेपतः सोऽपि ॥)
(૨૦) જેઓ બળદની માફક પ્રવચનને ચલાવે છે, તેમની પૂજા સામાન્ય રીતિથી થાય છે; અને જેઓ નામના જ આચાર્ય જંબુક સ્થાનીય-શિયાળ જેવા હોય છે, તેમની પૂજા સંક્ષિપ્તમાં કરવી યુક્ત છે.
अट्ठाहियाइपव्वेसु, निजइ छत्तं गिहेसु जुत्तमिणं । सामन्नसाहुवत्थाइ-दाणं दियहे न जुत्तं त ॥२१॥ (अष्टाह्निकादिपर्वसु, दी(नी)यते छत्रं गृहेषु युक्तमिदम् । सामान्यसाधूनां वस्त्रादि-दानं दी(नी)यते न युक्तं तत् ॥)
(૨૧) અઠ્ઠાઈ આદિ પર્વેમાં ગૃહસ્થના ઘરમાં આચાર્યને છત્ર લગાવી લઈ જવામાં આવે છે, એ અયુક્ત છે. તેમ સામાન્ય સાધુઓને ગૃહસ્થના ઘરે અમુક દિવસે વાદિનું દાન દેવું એ ઠીક નથી.
तदुत्तववणासत्तो, विहाराईसु वट्टइ। अकहिओ गुरूणा नेय, लेह किं पि न मिल्हइ ॥२२॥ (तदुक्तवचनासक्तो, विहारादिषु वर्तते । अकथितो गुरुणा नैव, लाति किमपि न त्यजति ।)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com