________________
સ્થાન હતું. જેના પ્રતીકરૂપે અત્યારે પણ ત્યાં “મહત્તિઆણ મહોલ્લા” નામે એક પ્રસિદ્ધ મહેલ્લો મૌજૂદ છે, અને તેમનાં બનાવેલ જિનાલય તેમજ ઘર્મશાળા પણ ત્યાં વિદ્યમાન છે.
ચૌદમી શતાબ્દીથી ૧૭મી સદી સુધી મંત્રીદલીય લોકોની મોટી જાહોજલાલી હતી એવું જણાય છે. તેઓ કેવળ ધનવાનજ નહીં, પરંતુ મોટા મોટા સત્તાધીશ અને રાજમાન્ય
વ્યક્તિ વિશેષો હતાં. આ લોકેએ પિતાના ઉપકારક ખરતરગચ્છાચાર્યોની સેવા, તીર્થયાત્રા સંઘભક્તિ અને અહંદુભક્તિમાં લાખ રૂપિયા વાપરી પોતાની ચપેલા લક્ષ્મીને સદુપયોગ કર્યો છે.
ખરતરગચ્છ બૃહદ્ગવલીમાં + એમનાં અનેક સુકૃત્યનું પ્રશંસાત્મક વર્ણન પણ મળે છે, જેને સંક્ષિપ્ત સાર અત્રે રજુ કરવામાં આવે છે.
સંવત ૧૩૭૫માં કલિકાલકેવલી આ. શ્રીજિનચંદ્ર સૂરિજીની સાથે દિલ્હીના ઠ. વિજયસિંહે તથા રૂદા (ડાલામઉ)ના ઠ. અચલસિંહે ફલવર્ધિ પાર્શ્વનાથજીની યાત્રા કરી હતી અને ત્યાં ઠ. સેતુએ બાર હજાર દ્રવ્ય આપી ઈન્દ્રપદ પ્રાપ્ત કર્યું હતું, ડોમજ એજ વર્ષે ઠકુર પ્રતાપસિંહના પુત્રરાજ અચલસિંહે સુલતાન કુતુબુદિનદ્વારા સર્વત્ર નિરાબાધ યાત્રાનું ફરમાન પ્રાપ્ત કરેલું, ને સંઘ સહિત હસ્તિનાપુર, મથુરા આદિ અનેક તીર્થોની યાત્રા કરેલી. અને માર્ગમાં કુતુબુદિન સુલતાનની કેદમાંથી કમકપુરીય આચાર્યને મુક્તિ અપાવી હતી.
આ ગુર્નાવલીને અવતરણ લેખો વિસ્તાર ભયના કારણે નથી આપ્યા, આ ગુર્નાવલીને હિંદી અનુવાદ મૂળ સાથે થોડા ટાઈમમાં પ્રસિદ્ધ થનાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com