________________
ગ્રન્થ રચના ' સૂરિજીની વિદ્વત્તા કે પ્રતિભાની પરિચાયક રૂપી કોઈજ કૃતિ આજે ઉપલબ્ધ નથી. કેવળ એક “વ્યવસ્થા-કુલક’ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શિક્ષા કુલક) જ ઉપલબ્ધ છે, જેને સાનુવાદ આ પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવેલ છે.
વળી, સૂરિજીના શાસનકાલમાં રચાએલ ખરતરંગછીય વિસ્તૃત સાહિત્ય પણ પ્રાપ્ય નથી. એક ગ્રન્થ અમારા આવલેકવામાં આવેલ છે, અને તે “બ્રહ્મચર્ય પ્રકરણ” ગા.-૪૩ કે જે શ્રાવક કપુરમલ્લની કૃતિ છે. તે આ પુસ્તકના હિંદી પ્રકાશનમાં પ્રકાશિત કરાય છે. ઉપસંહાર મહાત્મા ભર્તુહરિની "गुणाः पूजास्थानं गणिषु न लिंगं न च वयः "
પૂજાનું સ્થાન તો ગુણે છે, વેષ જાતિ કે અવસ્થા નહીં આ ઉકિતને બરાબર સે એ સે ટકા અનુરૂપ સૂરિજીનું જીવન છે. છ વર્ષની ઉમ્મરે દીક્ષા, અને આઠ વર્ષની વયે આચાર્ય પદ- આટલી લઘુવયે આવા મહાન પદની પ્રાપ્તિ અને તે પણ મેગીન્દ્રચૂડામણિ યુગપ્રધાન પરમપિતામહ શ્રી જિનદત્તસૂરિજી મહારાજના હસો, એ અસાધારણ જ નહીં, કિન્તુ અકલ્પ્ય પણ છે, અને સૂરિજીની અપ્રતિમ પ્રતિભાના પૂરાવા રૂપે છે. ચિત્યવાસી પદ્મચન્દ્રાચાર્ય જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્યને શાસ્ત્રાર્થમાં આપેલ પરાભવ, અને દિલ્હીશ્વર મહારાજા મદનપાલનું ચમત્કૃત થઈ અનન્ય ભક્તવત્સલ બનવું એ સૂરિજીના અમર્યાદ પ્રભાવના પ્રતીકરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com