________________
૨૭
એજ કારણે તેઓ “મણિધારીજીના નામથી સુપ્રસિદ્ધ થયા છે. આ મણિ બાબત પટ્ટાવલિકાનું કહેવું છે કે સૂરિજીએ પિતાના અંતિમ સમયે શ્રાવક લોકોને કહ્યું હતું કે અનિસંસ્કાર સમયે મારા દેહની નિકટમાં એક દૂધનું પાત્ર મૂકી
સંગ્રહ” પૃ-૪૬માં પ્રકાશિત કરેલ ખરતરગચ્છ પદાવલીમાં કે જે જિનભકિસૂ જીના સમયમાં રચાઈ હતી તેમાં મળે છે :
નમણિ એ જસુનિલાડી, ઝલહલઈ જેમ ગયણહિ દિણ દો.” ખરતગચ્છ પઢાવલી સંગ્રહમ પ્રકટ થએલ “સૂરિપરંપરા પ્રસસ્તિ’ અને પદાવલીત્રયમાં આને લગતું વિશેષ વર્ણન ઉપલબ્ધ થાય છે. લગભગ એવા જ પ્રકારનું વર્ણન શ્રીલલિત વિજયજી વિરચિત યશોભદ્રસૂરિચરિત્રમાં એ આચાર્યના સંબંધમાં પ્રાપ્ત થાય છે. એની સમાનતા દર્શાવવા એ ગ્રન્થમાંથી આવશ્યક અવતરણ અત્રે રજૂ કરીએ છીએ.
શ્રીઆચાર્ય મહારાજે આ વૃત્તાંત સાંભળી પિતાના દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કર્યો, ને બોલ્યા કે હવે મારૂં આયુ માત્ર છ માસનું બાકી છે. મારા મસ્તકમાં એક પ્રભાવશાળી મણિ છે, એ મેળવવા એ ગી કેઈજ ઉપાય કરવાને બકી નહીં રાખે. પરંતુ તમે પહેલેથી જ મારા મૃતદેહમંથી એ મણિ લઈ લેજે, ને પછીજ દેહનો અગ્નિ સંસ્કાર કરજે. આ પ્રકારની સૂચના ભકત શ્રાવકેને દઈ વિ. સં. ૧૦૩લ્માં આચાર્ય યશોભદ્રસૂરિ સમાધિ પૂર્વક રવર્ગસ્થ થયા. આચાર્યશ્રીને સ્વર્ગવાસ સાંભળી પેલો યેગી પિતાની સ્વાર્થ સિદ્ધિને માટે આવી પડે, ને આચાર્ય મહારાજના મસ્તકને મણિ પ્રાપ્ત કરવા ખૂબ ફાંફાં માર્યા. પરંતુ જ્યારે એને સમજાયું કે મણિ તે અગાઉથી જ નીકળી ગયો છે, ને પિતાને એ કેઇજ રીતે મળી શકે તેમ નથી, ત્યારે તે એટલો તે હતાશ થઈ ગયો કે નિરાશાના આઘાતથી એનું હદય ફાટી ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com