Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 55
________________ ૩૪ સૂરિજીને આ જાતિના પ્રતિબોધક આચાર્ય તરીકે લખેલ છે. પરંતુ તેમાં પરિચય તે મુખ્યત્વે મણિધારીને જ આપેલ છે, એ પરથી જાણી શકાય કે નામની સમાનતાને કારણે વ્યક્તિની થતી ભ્રાંતિથી આ વાત સંગરંગશાલાના કર્તા શ્રીજિનચંદ્રસૂરિજીની સાથે લગાવી દીધી છે. આ બંને આચાર્યોના સમયમાં લગભગ સે વર્ષને તફાવત છે, પરંતુ બન્નેના એકજ નામ હેવાને કારણે આ ગેરસમજ થઈ હેવા સંભવ છે. આ પ્રમાણે પરથી તે એ નિવિવાદ બને છે કે આ જાતિના પ્રતિબંધક ખરતરગચ્છાચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજ હતા. આ જાતિવાલાની એક પ્રતિજ્ઞા. નં. ૪-૫ના અવતરણ પરથી આ જાતિવાલાઓની એક મહત્વપૂર્ણ પ્રતિજ્ઞાની માહિતી મળે છે. આ પ્રતિજ્ઞા એ હતી કે “અમે કાં તે જિનેશ્વર ભગવાનને, અને કાં તો ગુરૂ શ્રીજિનચંદ્રસૂરિને (અને એમના અનુયાયી સાધુ સંઘને) વંદન કરીશું, અન્ય કોઈને જ નહિ.” આ પરથી એમના સમ્યકત્વગુણની દઢતા અને એમના ઉપકારક ખરતરગચ્છાચાર્યો પરત્વેની એમની અનન્ય શ્રદ્ધાને અચ્છો પરીચય મળી રહે છે. ઉપર્યુકત વાતની પુષ્ટિરૂપે આ જાતિવાલાઓએ જિનબિમ્બ અને જિનાલયની તમામ પ્રતિષ્ઠાઓ ખરતરગચ્છાચાર્યોદ્વારાજ કરાવી છે. શ્રીકુિશલસૂરિજીના પટ્ટાભિષેક મહોત્સવ--પ્રસંગે પણ આ જાતિના ઠકુર વિજયસિહે બહુભારે ખર્ચ કર્યો હતે.* જેમકે શ્રીજિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસમાં લખેલ છે. - * જુઓ બાબૂ પૂર્ણચંદ્રજી નાહરદ્વારા પ્રકાશિત ખરતરગચ્છપાવલી સંગ્રહ પૃ. ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88