________________
૨૧
સ્વર્ગવાસ
આ પ્રમાણે ધર્મ પ્રભાવના નિરંતર ચાલુ રહી ને છેવટે પોતાને દેહાંત નિકટ જાણું સંવત ૧૨૨૩ના દ્વિતીય ભાદ્રપદ વદિ ૧૪ના રોજ ચતુર્વિધ સંધ સમક્ષ ખમતખામણુ કર્યો, અને અનશન આરાધના કરતા કરતા સ્વર્ગે સીધાવ્યા. *
અંતિમ સમયે સૂરિજીએ શ્રાવકો સન્મુખ આગાહી કરી કે શહેરથી જેટલે દૂર મારે દેહ સંસ્કાર કરવામાં આવશે એટલે દુર સુધી આ નગરની આબાદી પ્રસરશે. આ વાત ધ્યાનમાં લઈ શ્રાવક લકે સૂરિજીના પવિત્રદેહને અનેક મંડપિકાઓથી મંડિત એક વિશાલ નિર્યાન વિમાનમાં બિરાજમાન કરી ભારે સમારેહ અને ધૂમધામ પૂર્વક નગરથી ખૂબ ખૂબ દુર લઈ ગયા, ને ચંદન કરાદિ સુગંધિત દ્રવ્ય વડે સૂરિમહારાજની અમેષ્ઠિ ક્રિયા પૂર્ણ કરી. ૪ ' સૂરિજીના દેહના અંતિમ દર્શન કરતી વેળાએ શ્રીગુણચંદ્રગણિ સૂરિજીના ગુણોની આ પ્રકારે કાવ્યમય સ્તુતિ કરે છે.
* પદાવલીઓમાં લખ્યું છે કે તેમને સ્વર્ગવાસ યોગિનીઓનાં ક્લને પરિણામે થે.
* આ સ્થાન આજે પણ દિલ્હીમાં કુતુબમિનારાની બાજુમાં મોટા દાદા'ના નામથી પ્રસિદ્ધ છે. પટ્ટાવલિમાં આ સ્તૂપના અધિષ્ઠાતા ખડિયા (ખંજ) ક્ષેત્રપાલ લખેલ છે.
+ સં. ૧૨૩ર ફાગણશુદિ ૧૦ વિક્રમપુરમાં એમના સૂપની પ્રતિષ્ઠા શ્રીજિનપતિસૂરિજીએ કરેલ. ગણધર સાર્ધશતકની બહદ્દતિમાં એમને પરિચય આ પ્રમાણે છે. “એઓ પહેલાં શ્રાવક હતા. એક તુર્કે એમની હસ્તરેખા જોઈ જાણ્યું કે એ એક સારે સુવિખ્યાત ભંડારી બની શકશે, ને તેથી નાસી ન જાય એ માટે મજબુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com