________________
કરજે. યત્રપટ્ટ પર ચડેલ એ નિર્માલ્ય વાસક્ષેપ પારા આદિના સંયોગ વડે સુવર્ણ બની જશે. કુલચંદ્ર સૂરિજીના આદેશાનુસાર પૂજનવિધિ જારી રાખી. અલ્પકાળમાં જ એ કેટ્યાધિપતિ બની ગયે. દેવતા પ્રતિબંધ
એક સમયે સૂરિમહારાજ દિલ્હીના ઉત્તરદરવાજેથી બહિર્ભુમિ - જઈ રહ્યા હતા. મહાનવમી અર્થાત્ નવરાત્રિને એ અંતિમ દિવસ હતો. માર્ગમાં માંસને માટે લડી રહેલા બે મિથ્યાદષ્ટિ દેવતાઓ નજરે પડયા. દયાળુ હદયવાળા આચાર્યશ્રીએ આમાંના અતિબળ નામના દેવતાને બોધ આપે. સૂરિજીના ઉપદેશની જાદુઈ અસર એના પર બરાબર પડી. “આપના ઉપદેશથી મેં માંસ બલિને પરિત્યાગ કીધે છે; પરંતુ કૃપા કરી મને રહેવાનું એક એવું સ્થાન બતાવે જ્યાં રહી હું આપના આદેશનું પાલન કરી શકું, અતિબલે ઉદ્દગાર કાઢયા. ' સૂરિજીએ કહ્યું, “તે ભલે, જાઓ શ્રી પાર્શ્વનાથ-વિધિચૈત્યમાં પ્રવેશતાં દક્ષિણ થંભમાં નિવાસ કરી રહે”. ”
દેવતાને આ પ્રમાણે આશ્વાસન આપી સૂરિજી પૌષધશાળાએ પધાર્યા. એમણે સા. લેહટ, સા. કુલચંદ્ર, સા. પાહણ આદિ આગેવાન શ્રાવકેને ઉપરની હકીકતથી વાકેફ કર્યા અને શ્રી પાર્શ્વનાથવિધિચૈત્યના દક્ષિણ તંભમાં અધિષ્ઠાયકની મૂર્તિ ઉત્કીર્ણ કરવાનો સંકેત કર્યો. શ્રાવકેએ સૂરિજીના કહેવા પ્રમાણે બધું જ બરાબર કર્યું. સૂરિજીએ પણ વિસતાર-પૂર્વક એની પ્રતિષ્ઠા કરી “અતિબલ” નામથી અધિષ્ઠાયકને પ્રસિદ્ધિ અપ. શ્રાવકે વિવિધ મિષ્ટાન્નવાનીઓ વડે પૂજા કરવા લાગ્યા, અને અતિબલ શ્રાવકની મનવાંછના પરીપૂર્ણ કરતા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com