Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 38
________________ ૧૯ મને મનમાં પડ્યા. ગુરૂ આશાના ઉલ્લંઘનની તીવ્ર પીડા પોમને ભેદી રહી હતી. પરંતુ દેવ અને આચાર્યો હંમેશાં ભક્તાધીન હોય છે, એટલે સૂરિજીએ પણ છેવટે ભક્તિ અને ભવિતવ્યતાને વશ થઈ દિલ્હી તરફ પ્રસ્થાન આદર્યું. - આચાર્યશ્રીને નગર પ્રવેશ અભૂતપૂર્વ રીતે ઉજવાય. સારાયે નગરને પુષ્પારણ, પતાકાઓ અને વિવિધ મનરમ્ય સુશેન વડે સજાવાયું. વીસ પ્રકારનાં વાજિત્રે વાગવા લાગ્યા. મેર બિરૂદાવલીઓ અને પ્રશસ્તિઓ સંભળાવવા લાગી. સધવા નારીવૃંદના મંગલ મંજુલ ગીતો વડે સમગ્ર શહેર ગૂંજી ઉઠયું. સ્થળે સ્થળે વિધવિધ પ્રકારનાં નૃત્ય અને નાટારંભે યોજાયા. આખા દિલ્હી નગરમાં અનેરા ઉત્સવની અને ખી લહેર પ્રસરી રહી. લાખની માનવમેદની સાથે મહારાજા મદનપાલ સૂરિજીની સેવામાં ખડે પગે હાજર રહ્યા. પ્રવેશત્સવનું આ દશ્ય અભૂતપૂર્વ હતું. સૂરિજીની પધરામણીથી લોકમાં નવા જીવનને સંચાર થવા લાગ્યો. એમનાં ઉપદેશામૃતથી કેટલાંયે સંતપ્ત જીને શાંતિ લાધી. દિલ્હીનરેશ મદનપાલને પણ સૂરિજી મ.નાં દર્શન અને ઉપદેશની લગની લાગી. એને ધર્મપ્રેમ બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો ગયે. . શ્રેષ્ટિ કુલચન્દ્ર પર ગુરૂ કૃપા આમ દિલ્હીમાં કેટલાંય દિવસે વીતી ગયા. એક વેળા પિતાના અત્યંત ભક્ત શ્રાવક કુલચંદ્રને આર્થિક તંગીને કારણે દુર્બલને દુઃખી થતો જોઈ દિલદરિયાવ આચાર્ય મહારાજે કંકુ, કસ્તુરી, ગેરેચનાદિ સુગંધિત પદાર્થો વડે આલેખેલ મન્ચાક્ષરયુકત યત્રપટ્ટ કુલચંદ્રને આપ્યું ને કહ્યું કે આ યન્ત્રપટ્ટનું તમારી મુઠ્ઠીભર વાસક્ષેપ વડે નિશદિન પૂજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88