Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 25
________________ ક્ષેમધરને ઉપદેશ આપે, ત્યાંથી વિહાર કરી સૂરિજી મરકેટ (મરેટ) પધાર્યા. ત્યાંના શ્રીચન્દ્રપ્રભસ્વામીના વિધિચિત્યપર સાધુ ગલિક કારિત સુર્વણદંડ, કલશ, વજારેપણ કર્યા. આ મહત્સવ પ્રસંગે સાહ હેમંધરે ૫૦૦) દ્રશ્ન (મુદ્રા) આપી માલા ગ્રહણ કરી. મરુટથી વિહાર કરી સૂરિજી મહારાજ સં. ૧૨૧૮માં (સિધુ પ્રાન્તીય) ઉચ્ચ નગર પધાર્યા, ત્યાં ત્રષભદત્ત, વિન. ( ), વિનયશીલ, ગુણવર્ધન, માનચન્દ્રx નામક પાંચ સાધુઓ અને જયશ્રી, સરસ્વતી, અને ગુણશ્રી નામક ત્રણ સાધ્વીઓને દીક્ષા દીધી. આમ ક્રમશઃ સૂરિજી સમીપ અન્ય પણ અનેક દીક્ષિત થયાં. સંવત ૧૨૨૧માં સૂરિજી સાગરપાડા પધાર્યા. ત્યાં સા. ગયધરે કરાવેલ, પાર્શ્વનાથ-વિધિચૈત્યમાં દેવકુલિકાની પ્રતિષ્ઠા કરી ત્યાંથી વિહાર કરી અજમેર પધાર્યા ત્યાં સ્વર્ગીય ગુરુદેવ શ્રીજિનદત્તસૂરિજીમનાં સ્તૂપની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી અને રામસેન્ચ” મથાળાવાળો લેખ જે “જૈનયુગ સં. ૧૯૮૫-૮૬ના ભાદ્રપદ કાર્તિક અંકમાં પ્રગટ થયેલ છે. તેમાંથી સાભાર ઉધૃત.) + તેઓશ્રી પદ્મપ્રભાચાર્ય, કે જેમની સાથે સં. ૧૨૪૪માં આશા પલ્લી મુકામે શ્રીજિનપતિસૂરિજીએ શાસ્ત્રાર્થ કરેલ. તેમના પિતા થતા. એમનો શેડેક ઉલ્લેખ શ્રીજિનપતિસૂરિજીના વાદસ્થલમાં અને વિસ્તારપૂર્વક વર્ણન ગુર્નાવલીમાં મળે છે. ' - ૪ એમને પણ લવણખેટકમાં ઉપર્યુક્ત પૂર્ણદેવગણિની સાથે સં. ૧૨૪૫માં શ્રીજિનપતિસૂરિજીએ વાચનાચાર્ય પદ અર્પણ કરેલ. સં. ૧૨૩૪માં આચાર્ય શ્રીજિનપતિસૂરિજી મહારાજે એમને મહત્તરા પર એનાયત કર્યું હતું * સં. ૧૨૩૫માં એ જિનપતિસૂરિજીએ આ સૂપની ભારે વિસ્તારપૂર્વક પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88